Chhota Udepur

છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે છ આંગણવાડી અને એક પંચાયત ઘરનું લોકાર્પણ કરાયું

Published

on

પ્રતિનિધિ,કાજર બારીયા

(અવધ એક્સપ્રેસ)

Advertisement

છોટાઉદેપુર તાલુકાના વિવિધ ગામોમાં બનાવવામાં આવેલા છ આંગણવાડી કેન્દ્રો અને એક પંચાયત ઘરનું છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, બાળકો કુપોષિત ન રહી જાય અને તેઓ જે ભાષામાં સમજે એ રીતની ચિત્રભાષા દ્વારા તેમને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે છે. એમ કહી તેમણે બાળકોને ઉત્કૃષ્ઠ નાગરિક બનાવવાનું કામ આંગણવાડી મારફત કરવામાં આવે છે એમ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ૨૧મી સદી જ્ઞાનની સદી છે માટે રાજય સરકાર દ્વારા સૌ સૌ બાળકો ભણી ગણીને આગળ વધે એ માટે મંત્રી, અધિકારીઓ, પદાધિકારીઓ ગામડાઓ ખુંદી બાળકોને શાળા પ્રવેશ કરાવવા આવે છે.

Advertisement

વધુ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આપણો છોટાઉદેપુર જીલ્લો સામાજીક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય રીતે આગળ આવે એ માટે સૌએ મળીને સહિયારા પ્રયાસો કરવા પડશે એમ કહી તેમણે છોટાઉદેપુર જીલ્લામાં રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહેલા વિકાસ કામો અંગે વિગતે છણાવટ કરતા જણાવ્યું હતું કે, છોટાઉદેપુર ખાતે ૨૧૨ પલંગની હોસ્પિટલનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે એમ કહી તેમણે ખુટાલિયા ખાતે સાડા બાર કરોડના ખર્ચે અદ્યતન રમત સંકુલનું નિર્માણ કરવામાં આવશે એમ વધુમાં ઉમેર્યું હતું.

છોટાઉદેપુર તાલુકાના વસેડી ખાતે નવીન આંગણવાડી કેન્દ્ર વસેડી-૨, નવીન આંગણવાડી કેન્દ્ર ખુટાલીયા-૨, નવીન આંગણવાડી કેન્દ્ર ઝેર-૧, ઝેર નવીન ગ્રામ પંચાયત ઘર, નવીન આંગણવાડી કેન્દ્ર ઝોઝ-૧, નવીન આંગણવાડી કેન્દ્ર ઝોઝ-૩ અને નવીન આંગણવાડી કેન્દ્ર ગુડા-૧નું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું.

Advertisement

કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઇ રાઠવા, ઉપપ્રમુખ સુમનભાઇ રાઠવા, કારોબારી અધ્યક્ષ વાનુબેન વસાવા, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન આકાશભાઇ ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી ચૌધરી, આઇસીડીએસ વિભાગના અધિકારી/કર્મચારીઓ, ગામના સરપંચ, આગેવાનો, ગ્રામજનો અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version