Connect with us

Chhota Udepur

આદિવાસી સંસ્કૃતિનું જતન અને રક્ષણ કરતું છોટાઉદેપુર સંગ્રહાલય જાહેરજનતા માટે ખુલ્લુ મુકાયું

Published

on

Chotaudepur Museum, which preserves and protects tribal culture, opens to public

છોટાઉદેપુર, તા.૧૫મી ડિસેમ્બર

છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકામાં સરકાર સંચાલિત એક માત્ર આદિવાસી સંગ્રહાલય સમારકામ કર્યા બાદ આજથી જાહેરજનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

Advertisement

છોટાઉદેપુર સંગ્રહાલયમાં રાઠવા,ભીલ,તડવી,નાયકડા જેવી આદિવાસી જાતિઓની ઘરગથ્થુ ચીજ-વસ્તુઓ,ઘરેણા,વસ્ત્રો,સંગીત વાદ્યો, આયુદ્યો,કૃષિના સાધનો, માટીકામના નમૂનાઓ,કાષ્ઠના દેવ દેવીઓના પુતળા વગેરે પ્રદર્શિત કર્યા છે. જેમાં તેમના મૂળ નિવાસ સ્થાનો જેવા જ ઘરો બનાવી, તેમાં સ્ત્રી પુરુષ,બાળકોના પુતળા બનાવી તેમને ડાયોરામાઓમાં ગોઠવી તેમની જીવનશોલી દર્શાવતા આબોહોબ દ્રશ્યો સંગ્રહાલયમાં ખડા કરવામાં આવ્યા છે. કેટલાક ઘર તો વોક-ઇન-ડાયોરામાં છે.

Chotaudepur Museum, which preserves and protects tribal culture, opens to public

આમ આદિવાસી સંસ્કૃતિનું જતન અને રક્ષણ કરવાનો અને તે દ્વારા ચક્ષુગમ્ય શિક્ષણ આપવાનો આ સંગ્રહાલય દ્વારા ઉમદા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સંગ્રહાલયનું સમારકામ પૂર્ણ થતા મુલાકીતઓ માટે તા.૧૫.૧૨.૨૩ના રોજથી ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. સંગ્રહાલય સવારે ૧૦:૩૦ થી સાંજે ૫:૩૦ સુધી ખુલ્લુ રહેશે. દર બુધવારે તેમજ રજાના દિવસોમાં બંધ રહેશે. મુલાકાતીઓ માટે ટિકિટ ૧ રૂપિયો રાખવામાં આવી છે.આસિસ્ટન્ટ ક્યુરેટરની કચેરી છોટાઉદેપુર સંગ્રહાલયની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Advertisement
error: Content is protected !!