Sports
ક્રિસ ગેલનો મોટો દાવો, આ બે ઘાતક ખેલાડી RCBને અપાવશે પ્રથમ ટ્રોફી
IPLની 16મી સિઝનની શરૂઆત અપેક્ષા મુજબ ધમાકેદાર થઈ છે. આ સિઝનની પ્રથમ 5 મેચો એકથી એક મેચ તરીકે જોવામાં આવી છે. આ મેચમાં RCBની ટીમનો 8 વિકેટે વિજય થયો હતો. વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે RCBની જીતમાં જોરદાર બેટિંગ કરી હતી. મેચ પુરી થયા બાદ RCBના પૂર્વ ખેલાડી ક્રિસ ગેલે મોટું નિવેદન આપ્યું છે.
વિરાટ અને ડુ પ્લેસિસનો કમાલ
વિરાટ કોહલીએ આ મેચમાં 49 બોલ રમીને 6 છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી 82 રન બનાવ્યા હતા. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 43 બોલમાં 6 સિક્સ અને 5 ફોરની મદદથી 73 રન બનાવ્યા હતા. બંને બેટ્સમેનોએ શરૂઆતી વિકેટ માટે શાનદાર પ્રદર્શન કરતા 148 રનની ભાગીદારી નોંધાવી હતી. આ ઉપરાંત આરસીબીએ માત્ર 16.2 ઓવરમાં જીત મેળવી હતી. બીજી તરફ મુંબઈના તિલક વર્માની 46 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 84 રનની શાનદાર ઈનિંગ વ્યર્થ ગઈ. જોકે, તેણે મિડલ ઓર્ડરમાં આવીને ટીમને નવી દિશા આપી અને સ્કોરને મજબૂત બનાવ્યો, પરંતુ ટીમ સ્કોરનો બચાવ કરી શકી નહીં.
ગેલને આ ખેલાડીઓ પર વિશ્વાસ છે
પૂર્વ આરસીબી આઇકોન અને વેસ્ટ ઇન્ડિઝના ઘાતક બેટ્સમેન ક્રિસ ગેલ પણ ડુ પ્લેસિસ અને કોહલીથી પ્રભાવિત હતા. ગેઈલે કહ્યું કે અમે જાણીએ છીએ કે ફાફ ક્લાસ છે. તે એક મહાન કેપ્ટન અને મહાન ખેલાડી છે. તેણે સમગ્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ આવું કર્યું છે, તેથી ફાફ માટે આ કંઈ નવું નથી. બીજી તરફ ગેલનું માનવું છે કે ડુ પ્લેસિસ અને કોહલીની જોડી આરસીબીને ખિતાબ અપાવી શકે છે.
રૈનાએ પણ વખાણ કર્યા
સુરેશ રૈનાએ RCBના રન ચેઝની પ્રશંસા કરી હતી. રૈનાએ કહ્યું કે જે રીતે RCBએ 16 ઓવરમાં ટાર્ગેટનો પીછો કર્યો, તે ટુર્નામેન્ટમાં પાછળથી તેમના રન રેટમાં મદદ કરશે. મુંબઈની બોલિંગ નબળી દેખાઈ રહી હતી. એવું લાગતું ન હતું કે વિકેટ પડી જશે.