Connect with us

Gujarat

વાપી GIDC માં આવેલા ગોડાઉનમાંથી સિગારેટના પેકેટની ચોરી, પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી

Published

on

વલસાડના વાપી GIDC વિસ્તારમાં આવેલા સિગારેટના એક ગોડાઉનમાંથી અજાણ્યા શખ્સો રાત્રીના સમયે સિગારેટના પેકેટની ચોરી કરી જતા ગોડાઉન માલિક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસ દ્વારા સીસીટીવીના આધારે અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના વાપી GIDC વિસ્તારમાં આવેતા મામૂ ચા સેન્ટર સામે આવેલા રોયલ ચેમ્બરમાં આવેલી દુકાન નંબર 3, 14, 15માં જે .પી .પટેલ એન્ડ સન્સ નામથી ગોડાઉન આવ્યું છે. 22 સપ્ટેમ્બરની રાત્રી દરમ્યાન અજાણ્યા ચોર ઈસમોએ ગોડાઉનના શટરનો નકુચો કોઈ સાધન વડે તોડી ગોડાઉનમાં ગેરકાયદેઆર રીતે પ્રવેશી જે. પી. પટેલ એન્ડ સન્સના ગોડાઉનમાં મુકેલી સિગરેટના જથ્થામાંથી ચોરી કરી હતી.

Advertisement

રવિવાર હોવાથી ગોડાઉન નજીક આવેલી જે. પી. પટેલ એન્ડ સન્સની ઓફિસમાં કામ કરી ગોડાઉન સંચાલક શશીકાંત કમલેશભાઈ પટેલ ઘરે ગયા હતા. સોમવારે સવારે મુંબઈ ખાતે કામ અર્થે જઈ રહ્યા હતા. તે દરમ્યાન જે. પી. પટેલ એન્ડ સન્સના ગોડાઉનમાં કામ કરતા કર્મચારીએ શટરનો નકુચો તૂટેલી હાલતમાં જોઈને તાત્કાલિક શશીકાંત પટેલને ઘટનાની જાણ કરી હતી. શશીકાંત પટેલે તાત્કાલિક મુંબઇનો પ્રવાસ અટકાવી પરત વાપી આવી પહોંચ્યા હતા. ગોડાઉનમાં જઈને ચેક કરતા ITC કંપનીની અલગ અલગ બ્રાન્ડની સિગરેટના પેકેટ ભરેલા થેલાઓ ઓછા જણાઈ આવ્યા હતા.

ઘટના અંગે સ્થાનિક લોકો અને અગ્રણીઓ તેમજ વાપી GIDC પોલીસનો ટીમને ઘટનાની જાણ થતાં વાપી GIDC પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચેક કરતા શટરનું તાળું કોઈ સાધન વડે તોડી ચોરી કરી ગયા હોવાનું જણાય આવ્યું હતું. ગોડાઉનમાં કેમેરા અને શોપિંગ સેન્ટરમાં લાગેલા CCTV ફૂટેજ મેળવ્યા હતા. વાપી GIDC પોલીસ મથકે શશીકાંત કમલેશભાઈ પટેલે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વાપી GIDC પોલીસની ટીમે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!