Entertainment
Citadel Trailer Release : પ્રિયંકા ચોપરાની ‘સિટાડેલ’ સિરીઝનું થયું રિલીઝ ટ્રેલર, એક્ટ્રેસ એક્શન અવતારમાં જોવા મળી

બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ દિવસોમાં તેની આગામી વેબ સીરિઝ ‘સિટાડેલ’ને લઈને ઘણી ચર્ચામાં છે. હાલમાં જ આ સીરિઝમાંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે, તો તે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાયેલો રહ્યો હતો. આ પછી હવે વેબ સિરીઝ ‘સિટાડેલ’નું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જેને જોયા બાદ લોકો પ્રિયંકા ચોપરાના ખૂબ વખાણ કરતા જોવા મળે છે. તો ચાલો જોઈએ કે કેવું છે વેબ સિરીઝ ‘સિટાડેલ’નું ટ્રેલર.
ટ્રેલરમાં ઘણા દમદાર એક્શન સીન છે
રુસો બ્રધર્સની અપકમિંગ વેબ સીરિઝ ‘સિટાડેલ’ રિલીઝ પહેલા જ ચર્ચામાં છે. પહેલી સીરિઝમાંથી પ્રિયંકા ચોપરાનો લુક સામે આવ્યો હતો, હવે ‘સિટાડેલ’નું ટ્રેલર બહાર આવ્યું છે. 2 મિનિટ 16 સેકન્ડના આ ટ્રેલરમાં એક કરતા વધારે એક્શન સીન જોવા મળ્યા છે. આ ટ્રેલરમાં પ્રિયંકા ચોપરા એકદમ અલગ લુકમાં જોવા મળી રહી છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાની સાથે આ સીરિઝમાં હોલીવુડ સ્ટાર્સ રિચર્ડ મેડન અને પેડ્રો લિએન્ડ્રો પણ જોવા મળશે. અભિનેત્રી પ્રિયંકા ચોપરા જાસૂસના રોલમાં જોવા મળી રહી છે. લોકોને આ સીરિઝનું ટ્રેલર ઘણું પસંદ આવી રહ્યું છે.