Chhota Udepur

છોટાઉદેપુર જિલ્લામાં યોજાનારા જીલ્લા અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વર્ગ-૧ અધિકારીઓ ઉપસ્થિત રહેશે

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

આગામી તા. ૨૨ નવેમ્બરને બુધવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે છોટાઉદેપુર તાલુકાના તમામ તાલુકા મથકે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તથા જીલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૩ નવેમ્બરને ગુરુવારના રોજ સવારે ૧૧ કલાકે યોજવામાં આવશે. આ સ્વાગત કાર્યક્રમમાં જીલ્લાના વર્ગ-૧ના અધિકારીઓ ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવશે.

Advertisement

છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓના તાલુકા મથકોએ યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઘડી કાઢવામાં આવેલા આયોજન મુજબ પાવીજેતપુર ખાતે યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક, સંખેડા તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર, બોડેલી તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી, છોટાઉદેપુર તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં નિયામક, જીલ્લા વિકાસ અધિકારી, નસવાડી તાલુકાના સ્વાગત કાર્યક્રમ પ્રાંત અધિકારી (બોડેલી), કવાંટ તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં પ્રાંત અધિકારી(છોટાઉદેપુર) ઉપસ્થિત રહેશે.

તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારે પોતાના વ્યક્તિગત પ્રશ્નો ટાઇપ કરેલી અરજી કોન્ટેકટ નંબર તથા સરનામા સાથે અમલીકરણ અધિકારીને ઓછામાં ઓછી ત્રણ વાર કરેલી અરજીની નકલ સાથે સંબંધિત મામલતદાર કચેરીને ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ એમ અરજીના મથાળે લખી તા. ૧૦/૧૧/૨૦૨૩ સુધીમાં મોકલી આપવાની રહેશે. વધુમાં જિલ્લા કલેકટર જિલ્લાના કોઇ પણ તાલુકાની ઓચિંતી મુલાકાત લઇ તાલુકા સ્વાગત કાર્યક્રમના સંચાલનની વિગતો ચકાસશે.

Advertisement

જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારે પોતાના વ્યક્તિગત/અંગત પ્રશ્ન ટાઈપ કરેલી અરજી કોન્ટેક્ટ નંબર તથા સરનામાં સાથેની, એક અરજીમાં એક જ પ્રશ્ન તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કરેલી અરજીની નકલ સાથે અત્રેની કચેરીને ‘ઈ-જીલ્લા સ્વાગત કાર્યક્રમ’ એમ અરજીના મથાળે લખી અરજી તા.૧૦/૧૧/૨૦૨૩ સુધીમાં સંબંધિત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રી મારફતે ગ્રામ પંચાયતના અધિકૃત ઈ-મેલ આઈડી પરથી ઓનલાઈન મોકલી આપવાની રહેશે.

Advertisement

Trending

Exit mobile version