Chhota Udepur
છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વર્ગ-૧ અધિકારીઓ ઉપસ્થિત રહેશે
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
આગામી તા. ૨૬મી, જુલાઇના રોજ સવારે ૧૦:૩૦ કલાકે છોટાઉદેપુર તાલુકાના તમામ તાલુકા મથકે યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જીલ્લાના વર્ગ-૧ના અધિકારીઓ ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવશે.
આગામી તા. ૨૬મી, જુલાઇ બુધવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓના તાલુકામથકોએ યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઘડી કાઢવામાં આવેલા આયોજન મુજબ પાવીજેતપુર ખાતે યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, સંખેડા તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક, બોડેલી તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર, છોટાઉદેપુર તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, નસવાડી તાલુકાના સ્વાગત કાર્યક્રમ પ્રાંત અધિકારી, બોડેલી અને કવાંટ તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઉપસ્થિત રહેશે.
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારે પોતાના વ્યક્તિગત પ્રશ્નો ટાઇપ કરેલી અરજી કોન્ટેકટ નંબર તથા સરનામા સાથે અમલીકરણ અધિકારીને ઓછામાં ઓછી ત્રણ વાર કરેલી અરજીની નકલ સાથે સંબંધિત મામલતદાર કચેરીને તાલુકા સ્વાગત કાર્યક્રમ એમ અરજીના મથાળે લખી તા. ૧૦/૦૭/૨૦૨૩ સુધીમાં મોકલી આપવાની રહેશે.
વધુમાં જિલ્લા કલેકટર જિલ્લાના કોઇ પણ તાલુકાની ઓચિંતી મુલાકાત લઇ તાલુકા સ્વાગત કાર્યક્રમના સંચાલનની વિગતો ચકાસશે.
આ ઉપરાંત ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં પોતાના પડતર પ્રશ્નો/રજૂઆતો અંગેની અરજી મારી અરજી ગ્રામ સ્વાગતમાં લેવી તેવા મથાળા હેઠળ સંબંધિત ગામના તલાટી-કમ-મંત્રીને સંબોધીને તા. ૧૦/૦૭/૨૦૨૩ સુધીમાં મોકલી આપવાની રહેશે જેની પ્રજાજનોને નોંધ લેવા જિલ્લા કલેકટર, છોટાઉદેપુર તરફથી અનુરોધ કરાયો છે.