Dahod
ઝાલોદ બજરંગ દળ અને VHP દ્વારા ઓમકારેશ્વર મહાદેવ મંદિર પર સફાઈ અભિયાન

વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગ દલ દ્વારા 12 માર્ચ થી 19 માર્ચ દરમ્યાન હિન્દુ ધર્મ સ્થાનો પર સાફ સફાઈના ઉદ્દેશ હેતું સેવા સપ્તાહ ચાલી રહ્યું છે તે અંતર્ગત આજ રોજ 21-03-2023 ના મંગળવારના રોજ તાલુકા પંચાયત સામે આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિરનો આજુબાજુનો વિસ્તાર સાફ સફાઈ કરવામાં આવ્યો હતો.
બજરંગ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચલાવવામાં આવેલ અભિયાનમાં એક ગામ એક સ્મશાન મંદિરમાં દરેક હિન્દૂનૉ પ્રવેશ અને હિંદુઓનું સ્થાન પવિત્ર સ્થાન સ્વચ્છ સ્થાનના હેતુ થી ઝાલોદ માં તાલુકા પંચાયત પાસે આવેલ શ્રી ૐ કારેશ્વર મહાદેવ મંદિરના વિસ્તારની સાફસફાઈ કરવામાં આવી જેમાં દાહોદ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના સહ મંત્રી મનીષ ભાઈ પંચાલ, જીતુ ભાઈ દરજી,ગુડ્ડુ ભાઈ ઠક્કર, ચિરન ભાઈ ચૌહાણ, દેવ ભાઈ પીઠાયા, હેમંત ભાઈ ચૌહાણ , અને ઝાલોદ નગર ની બજરંગ દળની ટીમ આ સેવા કાર્ય માં જોડાય હતી.