Gujarat
ધાર્મિક સ્થળોએ સાફસફાઈ ના કોન્ટ્રાક્ટ નકામા મુખ્યમંત્રી અને અધિકારીઓ સાફસફાઇ કરશે ? કેટલા દિવસ

(સુરેન્દ્ર શાહ દ્વારા)
રાજ્ય સરકારની કેબિનેટની મીટીંગ માં નક્કી કરવામાં આવ્યું છે રાજ્યના 24 યાત્રાધામો ને સ્વચ્છ કરવાનું અભિયાન અખાત્રીજના દિવસે તારીખ 22 ના રોજ થી ચાલુ કરવાનું અને તેમાં સહભાગી અધિકારીઓ સંસદ સભ્યો ધારાસભ્ય અને મંત્રીઓ થશે પરંતુ એક વસ્તુ ગુજરાતના લોકોને સમજમાં આવતી નથી યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મોટાભાગના યાત્રાધામો પર સફાઈની કામગીરી માટે નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેઓ પાસે સાફ કરાવવાને બદલે મંત્રીઓ ધારાસભ્યો અધિકારીઓ સંસદ સભ્યો વગેરે સાફ સફાઈ નું કામ કરશે તે કેટલા દિવસ કરશે? જો સફાઈ ના ઈજારદારો દ્વારા કે ઇજારદારોના સફાઈ કર્મચારીઓ વ્યવસ્થિત સફાઈ ના કરતા હોય તો સરકારે કડક સાથે કામ લઈ આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ માં મૂકી તેઓના ચૂકવણા બિલમાં કાપ મૂકી ખાનગી માણસોને મૂકીને કપાયેલા પૈસા માંથી પગાર ચૂકવવો જોઈએ તેના બદલે માત્ર ફોટા પડાવવા અને લોક ચાહના મેળવવા માટે આ કામ કરવામાં આવશે તેવું લોકોમાં ચર્ચા છે
લાખો રૂપિયાના ખર્ચે ઇજારો આપવામાં આવતો હોય અને તે વ્યક્તિ કામ ના કરતી હોય તો તેવી વ્યક્તિઓને તાત્કાલિક છૂટી કરીને નવા ઈજારદારોને કામ આપવું જોઈએ તેણે બદલે માત્ર એક દિવસ માટે સફાઈ કરવાનું દેખાડો કરી ફોટા પડાવી વાહ વાહ મેળવી જતા રહેશે બાદમાં બીજા દિવસથી યાત્રાધામોમાં ગંદકી બાબતની ફરિયાદો ઉઠતી જ રહેશે તેના કરતા કડક સાથે કામ લઈ કામ નથી કરતા તમને છુટા કરીને નવા ઇજારદારને કામ સોંપવાનું કામગીરી હાથ ધરવી જોઈએ મુખ્યમંત્રી,સાંસદ અને ધારાસભ્યો અને અધિકારીઓ અને મંત્રીઓ જે દિવસે સાફસફાઇ કરશે તે દિવસે બંદોબસ્ત સભા મંડપ તેમજ અન્ય કેટલા ખર્ચા થશે સોના કરતાં ઘડામણ મોંઘી થાય તો નવાઈ નહીં