Panchmahal
પંચમહાલ જિલ્લામાં ૧૫ ઑક્ટો.થી ૧૬ ડિસે.સુધી સ્વતા હી સેવા અભિયાન હેઠળ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરાશે
મહિનાના દર રવિવારે વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં અલગ અલગ સ્થળો પર સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે
ભારત સરકાર દ્વારા ૨જી ઓક્ટોબર, મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીનાં ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન- ગ્રામીણ અને શહેરી દ્વારા તા.૧૫, સપ્ટેમ્બરથી તા.૨ ઓક્ટોબર ૨૦૨૩ સુધી સંયુક્ત રીતે સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા એ જ સેવાના ભાગરૂપે રાજ્યમાં તા.૧૫ સપ્ટેમ્બર થી તા.૧૫ ઓક્ટોબર ૨૦૨૩ સુધી રાજ્ય વ્યાપી સ્વચ્છતા અભીયાન સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યું છે.
રાજયના ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા પંચમહાલ જિલ્લામાં આગામી તા.૧૫/૧૦/૨૦૨૩ થી તા.૧૬/૧૨/૨૦૨૩ સુધી સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની સફાઇ, તમામ મ્યુઝીયમ, હેરીટેજ બિલ્ડીંગ, પુરાતત્વ સાઈટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્રોતો, સમુદ્ર કિનારાની સફાઈ, તમામ ધાર્મિક સ્થળો, મ્યુઝીયમ, પ્રવાસન સ્થળોની સાફ સફાઇ, તમામ શૈક્ષણિક સંસ્થાઓ, યુનીવર્સીટી, બિલ્ડીંગો, શાળા કોલેજો, આંગણવાડીઓની સફાઈ, અવિકસિત અને અનિયમિત વિકસિત એરીયાની સાફ સફાઇ તેમજ બિલ્ડીંગ કાટમાળને રીસાઇકલ કરી ફરી રીયુઝ કરવાની વ્યવસ્થા ગોઠવવી, તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જુના વાહનોની હરાજીની કામગીરી હાથ ધરવી, તમામ સરકારી કચેરીઓની સાફ સફાઇ, ગાંડા બાવળનું પુનીંગ તેમજ ચારકોલ/કોલ બનાવવા માટેની વ્યવસ્થા ગોઠવવી, પોલીસ સ્ટેશનો, પોલીસ લાઇન, કોર્ટ સંકુલો, સરકારી રહેણાંકની વસાહતો, હાઉસીંગ સોસાયટીઓ વગેરેની સાફ સફાઇ, દિવાળી નિમિતે ફટાકડાના કચરાનો નિકાલ, જાહેર રસ્તાઓની સફાઇ, સિંગલ યુઝ પ્લાસ્ટીક અંગેની જાગૃતિ અને કલેક્શન ડ્રાઇવ હાથ ધરવી, એક્યુલન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું રીનોવેશન, અપગ્રેડેશન અંગેની કામગીરી.
ગ્રામ્યના શાકભાજી માર્કેટ, APMC, બાગ બગીચાઓની સફાઇ તેમજ ભીના કચરામાંથી ખાતર બનાવા કમ્પોસ્ટ મશીનો/ અન્ય સુવિધાની શરુઆત કરવી. તમામ જાહેર અને સામુદાયીક શૌચાલયોનું રીપીરીંગ અને સાફ સફાઇ હાથ ધરવી, રાજયના ધોરી માર્ગો, રાષ્ટ્રીય ધોરી માર્ગો, રીંગ રોડની સાફ સફાઇ કરવી, ટ્રાફીક સાઇનેજ અઘતન કરવા, ફુટપાથ રીપેરીંગ, ડીવાઇડર રંગ રોગાન કરવા. ગાંડા બાવળ દૂર કરવા. ગ્રામ્યના તમામ એન્ટ્રી પોઇન્ટ થી ૫ કિ.મી.ના વિસ્તારમાં તથા વોટર બોડીઝ, ઘાટ, અમૃત સરોવરની સધન સફાઈ ઝુંબેશ હાથ ધરવી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રે-વોટર ટ્રીટમેન્ટ બાદ રીયુઝ અને આખરી નિકાલની વ્યવસ્થા ગોઠવવી. તમામ હોસ્પિટલો, ખાનગી તથા સરકારી દવાખાના, પી.એસ.સી., સી.એચ.સી., અર્બન હેલ્થ સેન્ટરની સફાઇ. ગ્રામ્યની મુખ્ય સિવિલ હોસ્પિટલની સાફ સફાઇ હાથ ધરવી, પીવાના પાણીના ઓવરહેડ ટાંકા, ફીલ્ટરેશન પ્લાન્ટ અને કાંસની સાફ સફાઇ જેવી પ્રવૃત્તિઓ દ્વારા સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.
મહિનાના દર રવિવારે પંચમહાલ જિલ્લાના અલગ અલગ સ્થળો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ધારાસભ્યઓ, જિલ્લા/તાલુકા પંચાયત પ્રમુખ/ઉપપ્રમુખ, પંચાયતના પદાધિકારીઓ સરપંચો, પંચાયતના સભ્યોને સ્વચ્છતાની પ્રવૃત્તિમાં જોડવા અને વોર્ડ દીઠ જવાબદારી ગોઠવાય તેવું આયોજન કરી જનભાગીદારી કેળવી અભિયાનને વેગવંતુ બનાવવામાં આવશે તેમ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના ડિસ્ટ્રિક્ટ કો.ઓર્ડીનેટર પંચમહાલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.