Panchmahal
પાવાગઢ ખાતે જાન્યુઆરી માસમાં યોજાસે આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૩-૨૪

જાન્યુઆરી-૨૦૨૪ના પ્રથમ અઠવાડીયામાં પાવાગઢ ખાતે ગુજરાત રાજ્યના ૧૯ થી ૩૫ વર્ષના યુવક અને યુવતિઓ માટેની સ્પર્ધા યોજાશે
ગુજરાત રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર તથા પંચમહાલ જિલ્લા વહિવટી તંત્રના ઉપક્રમે આગામી જાન્યુઆરી-૨૦૨૪ના પ્રથમ અઠવાડીયામાં પાવાગઢ ખાતે ગુજરાત રાજ્યના ૧૯ થી ૩૫ વર્ષના સિનિયર વિભાગના યુવક અને યુવતિઓ માટે પાવાગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે.
આ સ્પર્ધામાં સ્પર્ધકે માંચીથી દુધિયા તળાવ સુધી ચઢીને ઉતરવાનું રહેશે.આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સાહસવીરોએ રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે. રજીસ્ટ્રેશન માટેનુ અરજી ફોર્મ અત્રેની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,જીલ્લા સેવા સદન ભાગ-૨,પ્રથમ માળ,ગોધરા પંચમહાલ ખાતેથી મેળવવાનુ રહેશે. ફોર્મ સંપુર્ણ વિગત ભરી
તા.૩૦/૧૨/૨૦૨૩ સુધીમાં અત્રેની કચેરીએ રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાનું રહેશે તથા આ અંગે વધુ માહીતી માટે રાજેશ પારગી મો.૯૧૦૬૨૨૫૦૫૧ (જીલ્લા યુવા વિકાસ અધિકારી,પંચમહાલ) અથવા રાહુલ તડવી મો.૯૦૯૯૧૩૨૨૬૫(પ્રાંત યુવા વિકાસ અધિકારી,પંચમહાલ)નો સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી,પંચમહાલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.