Politics

આજે મમતા અને અખિલેશ સાથે CM નીતિશની મુલાકાત, PM ઉમેદવારી પર સંભવિત ચર્ચા

Published

on

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને મળી શકે છે. આગામી લોકસભા ચૂંટણીને લઈને નીતિશ સાથે આ બે મોટા નેતાઓની મુલાકાતને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વિપક્ષના આ મોટા નેતાઓ સાથે નીતિશ કુમારની ડીલ થઈ શકે છે.

મમતા અને અખિલેશની મુલાકાત બાદ નીતિશ કુમાર વિપક્ષી એકતા માટે પ્રયાસ કરશે તેવી ચર્ચા છે. આ દરમિયાન વિપક્ષ તરફથી વડાપ્રધાનના ચહેરા પર પણ ચર્ચા થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લખનૌમાં અખિલેશ યાદવ સાથે નીતિશ કુમારની બેઠકમાં તેજસ્વી યાદવ પણ હાજરી આપશે.

Advertisement

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, સૂત્રોનું કહેવું છે કે નીતિશ કુમાર 25 એપ્રિલે કોલકાતામાં રાજ્ય સચિવાલય ‘નબન્ના’ ખાતે મુખ્યમંત્રી કાર્યાલયમાં 25મી એપ્રિલે દીદીને મળવાના છે. બંધ રૂમમાં નીતીશ અને મમતા વચ્ચે શું થશે, તે બેઠક બાદ જ સ્પષ્ટ થશે.

ઉલ્લેખનીય છે કે નીતીશ કુમારે 2024ની લોકસભા ચૂંટણીને લઈને વિપક્ષી એકતાનું આહ્વાન કર્યું છે. તેઓ 12 એપ્રિલે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને પણ મળ્યા હતા. ત્યારે સીએમએ કહ્યું હતું કે તેમની વ્યૂહરચના પ્રાદેશિક પાર્ટીને શક્ય તેટલી સાથે લાવવાની છે. જેથી કરીને મોદી સરકાર સામે વિપક્ષને મજબૂત બનાવી શકાય.

Advertisement

નોંધનીય છે કે અગાઉ મમતા બેનર્જીએ ગયા મહિને સમાજવાદી પાર્ટી (એસપી)ના વડા અખિલેશ યાદવ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે આવી જ બેઠકો કરી હતી. આવી સ્થિતિમાં મમતા બેનર્જી નીતિશ કુમાર સાથે વિપક્ષી એકતાની યોજનાને કેટલું સમર્થન આપે છે તે જોવું રસપ્રદ રહેશે.

Advertisement

Trending

Exit mobile version