Connect with us

Chhota Udepur

છોટાઉદેપુર નગરમાં સ્વચ્છતા સપ્તાહની ઉજવણી માટે રેલીને કલેકટરે પ્રસ્થાન કરાવી

Published

on

Collector started the rally to celebrate cleanliness week in Chotaudepur town

પ્રતિનિધિ, કાજર બારીયા(અવધ એક્સપ્રેસ)

છોટાઉદેપુરના જીલ્લા સેવા સદન વાળા મુખ્ય માર્ગ પર આજરોજ છોટાઉદેપુર નગરપાલિકા અને જીલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વચ્છ ભારત મિશન-૨૦૨૩ અંતર્ગત સ્વચ્છતા અઠવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિતે છોટાઉદેપુર જીલ્લાના કલેકટરે રેલીને પ્રસ્થાન કરાવીને સ્વચ્છતા અઠવાડિયાનો પ્રારંભ કરાવ્યો હતો. શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગનો આ સૌથી મોટો સ્વચ્છતા સર્વે છે. છોટાઉદેપુરના સેવા સદનથી આ રેલીના પ્રારંભ કરાવવા માટે જીલ્લા કલેકટર સ્તુતિ ચારણ, જીલ્લાના નવા મદદનીશ કલેકટર જયંતસિંઘ રાઠોડ, ચીફ ઓફિસર, જીલ્લા શીક્ષણાધિકારી, ટીડીઓ, ડીપીઈઓ, સેવા સદનના કર્મચારીઓ આ ફ્લેગ ઓફ રેલીમાં જોડાયા હતા. તા.૩૧ જુલાઈથી ૬ ઓગસ્ટ દરમિયાન સ્વચ્છ છોટાઉદેપુર કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર નગરમાં આ આભિયન શરુ થયેલ છે. આ કાર્યક્રમને આગળ ધપાવતા કલેકટરે જણાવ્યું હતું કે આ એક અઠવાડિયાનો કાર્યક્રમ નથી પરંતુ સદાય માટે આપણે સૌએ સ્વચ્છતા જાળવવા માટે પ્રયત્નો કરવાના છે. આપણું ઘર, આસપાસનું વાતાવરણ, નગરપાલિકા વિસ્તાર, મહોલ્લા વગેરે ક્લીન કરીએ અને આ મિશનને સફળ બનાવવામાં મદદ કરીએ.

Advertisement

Collector started the rally to celebrate cleanliness week in Chotaudepur town

મદદનીશ કલેકટર જયંતસિંઘ રાઠોડે જણાવ્યું હતું કે પ્રધાન મંત્રીનો આ એક ફ્લેગશીપ પ્રોગ્રામ છે, જે ૨૦૧૪ થી શરુ થયો છે, તેમાં આપણે સૌએ ત્રણ બાબતો ધ્યાનમાં રાખવાની છે જેમાં સેનીટેશન જેમાં વેસ્ટ કલેક્શન, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો, બીજું ડોર ટુ ડોર કલેક્શન કરવાનું અને કચરો જ્યાં ત્યાં નહિ ફેકવાનો, અને ત્રીજું સ્વચ્છતા વિશેની જાગૃતિ, જેમાં લોકો આ જાણ ભાગીદારીમાં જોડાય આપણા વાતાવરણને ક્લીન રાખવામાં તમામ લોકો જોડાય, આપણું શહેર, રાજ્ય અને દેશ રોગ મુક્ત બને અને સ્વચ્છ ભારત નું નિર્માણ થાય.

રેલીમાં આંગણવાડીના કાર્યકરો, નગરપાલિકાના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના સ્ટાફ નર્સ, સફાઈ કર્મચારીઓ, એનએસએસના સ્વયંસેવકો, એનસીસી કેડેટ્સ,સ્કુલના વિદ્યાર્થીઓ, ફાયરના કર્મચારીઓ અને તમામ અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રેલીમાં નગરપાલિકાની તમામ ગાર્બેજ કલેક્શનની વાનમાં પણ બેનરો સાથે રેલીમાં જોડવામાં આવી હતી. રેલીને ફ્લેગ ઓફ કરી ભારતના ફ્લેગના કલરમાં બલુન હવામાં ઉડાડી આ મિશનની શરૂઆત કરી હતી.

Advertisement
error: Content is protected !!