Editorial

આણંદમાં બુલડોઝર વાળી ગૌચર જમીન ઉપરના દબાણો તોડવા કલેક્ટર નો આદેશ

Published

on

જિલ્લા સંકલન સમિતિની બેઠક: આણંદના જિલ્લા કલેક્ટરે ગૌચર જમીન ઉપરના કાચા-પાકા દબાણો તાકીદે દૂર કરવાના આદેશ આપ્યાં..

આણંદમાં સર્કિટ હાઉસ ખાતે આજરોજ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત જન પ્રતિનિધિઓ દ્વારા શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા, વીજળી, આંગણવાડી, ગેરકાયદેસર દબાણ તથા સિંચાઇ સહિતના પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ સંકલન સમિતિના અધિકારીઓને જન પ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા માટે સૂચના આપી હતી.

Advertisement

આ ઉપરાંત જનપ્રતિનિધિઓ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નો માટે દૂરવાણી પર કરેલ રજૂઆતનો પણ તુરંત જ પ્રતિસાદ આપવા પણ જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું.

કલેકટરએ આણંદ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ ગૌચર જમીન ઉપર કાચા પાકા દબાણો કરવામાં આવ્યા હોય તો તેને દૂર કરવા તાકીદ કરી હતી.આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, સંસદ સભ્ય મિતેષભાઇ પટેલ,બોરસદના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, ગોવિંદભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈ સહિત સંકલન સમિતિના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં..

Advertisement

 

બ્યુરો હેડ બસર ચિશ્તી આણંદ..

Advertisement

Trending

Exit mobile version