Gujarat
ઘોઘંબાના હાટબજારમાં વેચાય છે કલર કરેલા નકલી કાળા બકરા અને મરઘા
ગુજરાતમાં ખાદ્ય ચીજો, સરકારી કચેરીઓ તેના અધિકારીઓ બાદ હવે ઘોઘંબાના હાટબજારમાં નકલી બકરા અને નકલી મરઘાઓ પણ માર્કેટમાં આવી ગયા છે તમે વિચાર કરતા હશો કે મરઘા અને બકરા કેવી રીતે નકલી હોઈ શકે પરંતુ આ વાત સાચી છે ઘોઘંબા તાલુકામાં દર રવિવારે મોટો હાટ બજાર ભરાય છે જેમાં એપીએમસી ગ્રાઉન્ડમાં પશુ બજાર ભરાયછે તેમજ એપીએમસીની બહાર પણ કેટલાક બહારના લેભાગુ વેપારીઓ બકરા તથા મરઘા નું વેચાણ કરતા હોય છે ગુજરાતમાં કેટલોક બહોળો વર્ગ બાધા તથા આખડીઓમાં માને છે કેટલાક ભુવા તથા માતાજીની હાજરીની વાતો કરતા બગ ભગતો બકરાતથા મરઘાની બલી આપવાની અથવાતો રમતા મુકવાની બાધા આપે છે બાધા માટે બાધાઓમાં કાળા રંગનું મહત્વ હોય છે. જેથી બાધા કરવા માટે પશુઓ કાળા કલરના જ ખરીદવાનો ગ્રાહકો આગ્રહ રાખે છે.
લાલ કે સફેદ કલર કરતા કાળા કલરના પશુની કિંમત વધારે હોય છે જેના કારણે અન્ય જિલ્લા તથા પંચમહાલ જિલ્લાના કેટલાક પશુના વ્યાપારીઓ લાલ, સફેદ કે અન્ય કલરના બકરાના વાળને કાળો કલર કરી કાળા બનાવી તેને ઘોઘંબાના હાટબજારમાં ઊંચા ભાવે વેચતા હોય છે. વેપારીઓ પાકો કલર કરતા હોવાથી બાધાપુરી કરનારને તેમજ અન્ય વેપારીઓને બકરાને એવો પાકો કલર કરવામાં આવે છેકે આ બકરો સાચેજ કાળો નથી તેની ગંધ શુધ્ધા આવતી નથી તેવી જ રીતે ઇંગ્લિશ મરઘીઓની એક જાતને પણ આ વેપારીઓ લાલ અને કાળા રંગથી કલર કરી દેતા હોય છે જેથી ઇંગ્લિશ મરઘી પણ દેશી જેવી લાગતા મરઘીઓ પણ દેશીના ભાવમાં વેચી ગ્રાહકોને છેતરતા હોવાની વિસ્તારમાં લોકબૂમ ઉઠવા પામી છે ત્યારે નકલની દુનિયામાં અસલ વસ્તુઓ પણ હવે નકલી લાગવા લાગી છે. અસલ કઈ અને નકલ કઈ તે ઓળખવું મુશ્કેલ થઈ ગયુ છે. તંત્ર દ્વારા નકલ ખોરો સામે પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવી જોઇયે