Panchmahal
બોરીયા પ્રાથમિક શાળાના 70 માં સ્થાપના દિનની રંગેચંગે ઉજવણી
લક્ષ્મણ રાઠવા
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બોરીયા મુકામે આવેલી પ્રાથમિક શાળાની સ્થાપના ૦૪- ૦૪ -૧૯૫૪ ના રોજ કરવામાં આવી હતી.જેના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે આજે તા. ૦૪ /૦૪/૨૦૨૩ ના રોજ શાળાની સ્થાપનાના ૬૯ વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી કરવામાં આવી હતી.બોરીયા પ્રાથમિક શાળા ના પ્રથમ વાર ૬૯ માં સ્થાપના દિવસ ની ખુબ ઉત્સાહભેર રીતે પ્રા.ના બાળકો તથા શાળા પરિવાર એ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કેક કાપી ઉત્સાહભેર ઉજવણી કરી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.આં પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગામ ના સરપંચ તથા ઘોઘંબા તાલુકા પ્રાથમિક શૈક્ષણિક સંઘ ના અધ્યક્ષ તેમજ પાલ્લા પગાર કેન્દ્ર શાળા ના આચાર્ય ઠાકોર વિરેન્દ્રસિંહ તથા બોરીયા ના ભૂતપૂર્વ આચાર્ય નવિનભાઇ મોરીયા તથા બોરીયા જેમની માતૃશાળા છે
તેવા હાલ વાંસકોટ ના આચાર્ય ગુણવંતભાઈ તેમજ એસ એમ સી અધ્યક્ષ લક્ષ્મણભાઈ, ઘોઘંબા તાલુકાના નાયબ મામલતદાર મુકેશભાઈ પઢીયાર તેમજ સામાજિક કાર્યકર ભરતભાઈ,નરવત ભાઇ ,પ્રવિણભાઇ તથા આ શાળા ના પ્રથમ વિધાર્થી રાઠવા જેન્દુભાઈ ભીલું તથા ગામ ના આગેવાનો આ બધા નું શાળા પરિવાર ખુબ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું,આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા અલગ અલગ કૃતિઓ રજૂ કરાઈ હતી ગામલોકો તેમજ મુખ્ય મહેમાન ઓએ બાળકો ને આશિર્વાદ આપી શિક્ષણમાં અગ્રેસર બનવા શુભેચ્છાઓ પાઠવી ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.શાળા ના ઉત્સાહી આચાર્ય શાંતિલાલ, કમલેશભાઈ, અંકિતભાઈ , સતીષભાઈ, જીગ્નેશભાઈ દિપીક્ષા બેન ,ટીમ બોરીયા ના આ ઉત્સાહભેર શિક્ષક મિત્રો દ્રારા શાળા સ્થાપના દિવસ ઉજવાયો હતો..