Gujarat
૧૫ થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહેલા એગ્રી એશિયા અને ડેરી લાઈવસ્ટોક એન્ડં પોલ્ટ્રી એક્સ્પોના ૧૨માં સંસ્કરણનો પ્રારંભ
• મુખ્યમંત્રી ભૂપેન્દ્રર પટેલે ગાંધીનગરમાં તા. ૧૫ થી ૧૭ સપ્ટેમ્બર-૨૦૨૩ દરમિયાન યોજાઈ રહેલા એગ્રી એશિયા અને ડેરી લાઈવસ્ટોક એન્ડન પોલ્ટ્રી એક્સ્પોના ૧૨માં સંસ્કરણનો પ્રારંભ કરાવ્યો હતો.
• એગ્રીકલ્ચર ટેકનોલોજી સેક્ટરમાં એશિયામાં પ્રતિષ્ઠા પ્રાપ્ત આ પ્રદર્શનમાં ભારત અને અન્ય વિદેશી રાષ્ટ્રોના કુલ મળીને ૧૭૨ એક્ઝીબિટર્સ સહભાગી થયા છે.
• કૃષિ ક્ષેત્રે અદ્યતન અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે ધરતી પુત્રો માટે માર્ગદર્શક બની રહેલા આ પ્રદર્શનમાં ૨૫ જેટલી ફોરેન બ્રાન્ડજ પ્રોડક્ટ્સ પણ પ્રસ્તુત કરવામાં આવી છે.
• મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રદર્શનનું ઉદઘાટન કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, ઈફકોના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી, ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં કર્યું હતું.
• ગુજરાત પ્રોગ્રેસિવ ડેરી અને ફામર્સ એસોસિયેશનના અધ્યક્ષ ડૉ. ભરત પટેલે મુખ્યમંત્રીનું સ્વાગત કરીને તેમને પ્રદર્શનની વિગતોથી વાકેફ કર્યા હતા.
• મુખ્યમંત્રી ભૂપેન્દ્રક પટેલે વિવિધ સ્ટોલ્સની પ્રત્યક્ષ મૂલાકાત લઈને મોડર્ન ટેકનોલોજી તેમજ પ્રોડક્ટ્સની જાણકારી મેળવવા સ્ટોલ ધારકો સાથે સંવાદ પણ કર્યો હતો.
• કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશ, ખેતી નિયામક સોલંકી સહિત કૃષિ, સહકાર અને પશુપાલન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.