Chhota Udepur
કવાંટ તાલુકાના હમીરપુરા ખાતે અનાથ બાળકો માટે ફૌજી જવાન ની સરાહનીય પહેલ.
(કાજર બારીયા દ્વારા)
કવાંટ તાલુકાના હમીરપુરા ખાતે સેવાભાવી ફૌજી જવાન વિજયભાઈ રાઠવા એ છોટાઉદેપુર વિસ્તાર નાં અનાથ બાળકો માટે એક અનાથાશ્રમ રહેવા જમવાની નિઃશુલ્ક સુવિધાઓ સાથે ની હોસ્ટેલ શરૂ કરી છે જેમાં ૩૦ જેટલા અનાથ બાળકો રહી અભ્યાસ કરે છે, વિજયભાઈ નો ઉદેશ્ય એ છે કે જેમને મા બાપ હોય તે બાળકો ભણી ગણીને આગળ વધે પરંતુ જે અનાથ બાળકો છે તે પણ ભણી ગણીને ને ખૂબ આગળ પ્રગતિ કરે એના માટે વિજયભાઈ રાઠવા એ ફૌજ માં ચાલુ સેવાઓ માં રહીને પણ સમાજના અનાથ બાળકો માટે એકલા હાથે ભગીરથ કાર્ય હાથ પર લીધું છે
તો સમાજ નાં અન્ય સેવાભાવી સાથીઓ પણ આ સેવા કાર્ય માં સહભાગી બની આ સરાહનીય કાર્ય માં જોડાઈ તે જરૂરી છે તે વાત જણાવતા જય જવાન સૈનિક ફાઉન્ડેશન નાં પ્રમુખ ગોપાલભાઈ રાઠવા એ તેમની ટીમ સાથે આજરોજ તેરલ અનાથાશ્રમ ની મુલાકાત લઇ આ સેવાકાર્ય માં યથાશક્તિ સહયોગ ની ખાત્રી આપી હતી અને અનાથ બાળકોને ઠંડી હોય કે ગરમી હોય છોકરાઓને ગરમ ઠંડું પાણી પીવામાં માટે મળી શકે એના માટે જય જવાન સૈનિક ફાઉન્ડેશન બે વોટર ડીસપેન્સર અને છોકરાંઓને મનોરંજન માટે રમત ગમતના સાધનો આપવામાં આવ્યા હતા.