Connect with us

Chhota Udepur

પ્રશંસનીય કામગીરી કદવાલ સરકારી હોસ્પિટલના ડોક્ટરે ૨૪ કલાકમાં ૫ સફળ ડિલવરી કરાવી

Published

on

Commendable performance Doctor of Kadwal Government Hospital made 5 successful deliveries in 24 hours

(પ્રતિનિધિ, કાજર બારીયા(અવધ એક્સપ્રેસ)

જેતપુરપાવી તાલુકાની કદવાલ સરકારી હોસ્પિટલના મહિલા ડો. કૈલાશબેન રાઠવા અને ડો.આસ્તિક થોરાત સહિત અનુભવી નર્સિંગ સ્ટાફ દ્વારા ૨૪ કલાકમાં ૫ સફળ ડિલિવરી કરાવાઈ છે. આ પ્રકારની પ્રશંસનીય કામગીરી કરતા કદવાલ તથા આજુ બાજુના ગામના લોકો માટે સી.એચ.સી હોસ્પિટલ આશીર્વાદ સમાન બની રહી છે. કદવાલ હોસ્પિટલમાં ગતરાત્રીએ ૨૪ કલાકમાં એક પણ માતા કે બાળકના મરણ વગર ૫ સફળ ડિલિવરી કરાવવામાં આવી છે. જેમાં ૫ પૈકી કેટલીક જોખમી ડિલિવરી કરાવવામાં આવી છે. કદવાલ સી.એચ.સી હોસ્પિટલના મહિલા ડોક્ટર કૈલાશબેન રાઠવા અને ડો.આસ્તિક થોરાત અનુભવી એવા નર્સિંગ સ્ટાફ દ્વારા ૫ ડિલિવરી સફળ રીતે કોઈ પણ પ્રકારના ગૂંચવણ વગર કરાવવામાં આવી છે.

Advertisement

Commendable performance Doctor of Kadwal Government Hospital made 5 successful deliveries in 24 hours

છોટાઉદેપુર જિલ્લામાં સરકારી ગાયનેક ડોક્ટર ન હોવા છતાં આવા મેડીકલ ઓફિસરો તેમની આવડતથી ખુબજ સારી સેવા કરી રહ્યા છે. સરકારી હોસ્પિટલના ડોક્ટર અને અનુભવી સ્ટાફની સરાહનીય કામગીરીથી કદવાલ અને તાલુકાના મધ્યમ વર્ગના, નાના, અને પછાત પરિવારોને ડિલિવરી માટે ખાનગી હોસ્પિટલમાં મસમોટી ફિથી રાહત મળી છે. જેથી કદવાલ તેમજ તાલુકાના લોકો ડોક્ટર અને નર્સિંગ ટિમ સ્ટાફની કામગીરીને બિરદાવી રહ્યાં છે.

*સી.એચ.સી માં તમામ સુવિધા અને ઇમરજન્સી સેવા ઉપલબ્ધ છે ; ડો. વિકાસ રંજન

Advertisement

*કદવાલ સી.એચ.સી. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. વિકાસ રંજન દ્વારા જણાવેલ કે હોસ્પિટલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે અને ઇમરજન્સી સેવા ૨૪ કલાક શરૂ છે ત્યારે હાલ આ હોસ્પિટલ માં એક મહિલા ડોક્ટર ને લઈ આ સરકારી હોસ્પિટલમાં ગ્રામ્ય પંથકમાં સ્ત્રી વિભાગ માં મહિલા તબીબ ને લઈ વધુ પડતી ઓ.પી.ડી હોય છે અને બહેનોની પ્રસૂતિ સહિત પ્રશ્નોને નિરાકરણ થાય છે.

Advertisement
error: Content is protected !!