Chhota Udepur
નિષ્ઠાવાન અને “પ્રજા ના સાચા મિત્ર” કદવાલ પોલીસ મથકના જમાદાર નગીનભાઈ ની પ્રશંસનીય કામગીરી
પ્રતિનિધિ, કાજર બારીયા
આમ તો પોલીસ નું નામ સાંભળી લોકો ના કાન અદ્ધર થઈ જતા હોય છે મોટાભાગે લોકો પોલીસ થી દુર રહેવાનું જ પસંદ કરતાં હોય છે. પરંતુ કેટલાક ઈમાનદાર અને ફરજ નિષ્ઠ પોલીસ કર્મીઓ એવા પણ હોય છે. જેમને સમાજ માં ખુબજ આદર સન્માન અને પ્રેમ મળતો હોય છે આવા જ એક પોલીસ કર્મી નગીનભાઈ રાઠવા જેઓ છેલ્લા પાંચેક વર્ષ થી પાવીજેતપુર તાલુકાના કદવાલ પોલીસ સ્ટેશન માં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. નગીનભાઈ ના માયાળુ સ્વભાવ અને લોકો ની ફરીયાદો ના નિકાલ માટે ની કુનેહ ભરી રીતી નીતિ ના કારણે આજુબાજુના વિસ્તારમાં લોકોમાં ખુબજ લોક ચાહના મેળવી રહ્યા છે. ઉપરાંત કોઈ પણ વ્યક્તિ પોતાનું કામ અથવા તો ફરિયાદ લઈને તેમની પાસે આવે તો તેના પ્રશ્ન ના મૂળ સુધી પહોંચી તેની સમસ્યા નો નિકાલ કરવા માટે ખુબજ મહેનત કરે છે. અને બને ત્યાં સુધી પક્ષકારો ને સમાધાનકારી વલણ તરફ દોરી જઈ અંદરો અંદર ના કાયમી ઝગડા ઓ નું સુખદ સમાધાન કરાવવામાં તેમની આવડત છે.
જેના કારણે નાના માણસથી લઈ મોટા માણસ અને રાજકીય અગ્રણીઓ ના પણ આદર ને પાત્ર બન્યા છે. તેમજ તેમના સ્ટાફ માં પણ તેમના સરળ સ્વાભાવ ના કારણે પોલીસ કર્મીઓમાં પણ સૌના પ્રેમ અને સન્માનને પાત્ર બની રહ્યા છે. તેઓની બીટ માં પણ સ્થાનીક આદીવાસી સમાજના આગેવાનો સાથે પણ ઘરોબો કેળવી દેશી લોક ભાષામાં સમજાવવાની પદ્ધતિ ના કારણે ઘણા બધા સામાજિક પ્રશ્નો નો પણ નિકાલ આસાની થી થઈ જાય છે. ઉપરાંત સમાજ ના યુવાધનને બરબાદ કરતી દારૂ ની બદી ને રોકવામાં પણ હેડ કોન્સ્ટેબલ નગીનભાઈ રાઠવા પોતાના ઉચ્ચ અધિકારીઓ ની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે ખુબજ ઈમાનદારી અને નિષ્ઠા પૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે અને કદવાલ પંથકના ગ્રામ્ય ઇલાકામાં પોતાની એક અલગ છાપ ઉભી કરી છે અને લોકો માં લોકચાહના મેળવી છે પોલીસ પ્રજાનો મિત્ર છે તે શુત્ર સાર્થક કરી નગીનભાઈ પોલીસ ની વર્ધી માં એક સાચા સેવક હોવાની છાપ આ વિસ્તાર માં ધરાવે છે તેમના કારણે લોકો કદવાલ પોલીસ ને માન સન્માન સાથે સહકાર આપી રહ્યા છે.