Gujarat
ઠાસરા બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ રસ્તો બંધ કરવાને લઈને મુસાફરો-સ્થાનિકોમાં રોષ
ઠાસરા એસટી ડેપોની બાજુમાં આવેલ રસ્તો જેમાં મુસાફરો માત્ર જ બસ સ્ટેન્ડમાં અવરજવર કરી શકે તેવો રસ્તો આવેલો છે જેમાંથી ઠાસરા એસટી ડેપોના આ રસ્તા પરથી ચાર જેટલી સ્કૂલો આવેલી છે જેમાં નાના-મોટા વિદ્યાર્થીઓ આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે ત્યારે એસટી વિભાગ દ્વારા આ રસ્તો બંધ કરી પતરા મારવાની કામગીરી કરવામાં આવતા સ્થાનિકો-વિદ્યાર્થીઓ અને મુસાફરો દ્વારા રોષ વ્યકત કરવામાં આવ્યો હતો સાથે જ આ રસ્તો એસટી ડેપો દ્વારા કેમ બંધ કરવામાં આવે છે ?
જેવા સવાલો ઉઠ્યા હતા અને આ રસ્તો બંધ કરતા બાળકોને મેઈન રસ્તા તરફથી બસ સ્ટેશનમાં જવું પડશે ત્યારે કોઈ બનાવ બને તો જવાબદારી કોણ લેશે ? જેવા સવાલો કર્યા હતા અને એસટી ડેપો પાસે રસ્તો બંધ કરવા માટેના હુકમના પુરાવા માંગ્યા હતા સાથે જ ડેપો મેનેજરને ટેલિફોનિક સંપર્ક કરતા ફોન ઉઠાવવાનો કષ્ટ કર્યો ન હતો જેથી એસટી વિભાગની જે ગાડી રસ્તો બંધ કરવા આવી હતી તે કામ કર્યા વગર પરત ફરી હતી
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
ખેડા: ઠાસરા