Connect with us

Surat

સુરત પોલીસની સરાહનીય કામગીરી

Published

on

Comparable performance of Surat Police

(સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત)

પોલીસનું નામ પડતાં જ લોકોના મનમાં એક ડર ઉભો થાય છે પરંતુ સુરત પોલીસ હવે લોકોની તકલીફને દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતમાં પોલીસની માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. અલથાણ પોલીસે લાચાર સિનીયર સીટીજનની છેલ્લા બે વર્ષથી પચાવી પાડેલ લાખોની કિંમતની દુકાન પરત અપાવીને માનવતા મહેકાવી છે.2 એપ્રિલ 2023ના રોજ 77 વર્ષના પ્રવિણચંદ્ર પ્રાણજીવનદાસ સોરઠીયાએ અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તારીખ 1 એપ્રિલ 2021થી તેમને પોતાની માલિકીની વી.આઇ.પી. પ્લાઝા, શ્યામબાબા મંદીર પાસે આવેલી દુકાન આરોપી સ્વપ્નીલ રમેશભાઇ સુરતીએ ભાડા કરાર આધારે ભાડે આપેલી હતી. પણ સ્વપ્નિલ સુરતી દ્વારા આજદીન સુધી દુકાનનું ભાડું ચૂક્વ્યુ ન હતું અને તે દુકાન ખાલી પણ કરતો નહતો. ઉપરાંત સ્વપ્નિલ સુરતી પ્રવિનચંદ્રની દુકાન પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી બેસી ગયો હતો.

Advertisement

Comparable performance of Surat Police

જ્યારે ફરીયાદીએ દુકાન ખાલી કરવા કહ્યું ત્યારે આરોપીએ તેના સાગરીતો સાથે ભેગામળી ફરીયાદીને ચપ્પુ બતાવી કોરા કાગળમાં સહી કરાવી લીધી હતી અને દુકાનનો દસ્તાવેજ કરી આપવા અથવા તો 10 લાખ રોકડા આપે તો દુકાન ખાલી કરીશ તેવી ધમકીઓ આપી હતી. તેથી આ બાબતે અલથાણ પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ગુનો દાખલ થયો હતો. આ ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સિનિયર સીટીઝનને ન્યાય અપાવવા તાત્કાલીક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર દ્વારા અલથાણ પોલીસને સુચના આપવામાં આવી હતીપોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલી સૂચના અનુસાર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને ગુનામાં સંડોવાયેલ કુલ 3 આરોપીઓને પકડવામાં આવ્યા હતા. અલથાણ પોલીસ દ્વારા ત્રણ આરોપીને ઝડપી પાડી પાડી આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે. આમ પોલીસે કોઇપણ જાતના સ્વાર્થ વગર માનવતાના ધોરણે ન્યાયના હિતમાં આ કામગીરી કરી સિનીયર સીટીજનની લાખોની કિંમતની પચાવી પાડેલ દુકાન પરત અપાવી ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

Advertisement
error: Content is protected !!