Gujarat

બહુ ગાજેલા ડમી કાંડમાં 36 વિરુદ્ધ ફરિયાદ-4ની અટકાયત.

Published

on

ગુજરાત રાજ્યમાં શૈક્ષણિક બોર્ડ તેમજ સરકારી નોકરીઓ અંગેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉમેદવારોએ પોતાની હોલ ટીકીટ,આધારકાર્ડ પરના ફોટોગ્રાફ સાથે છેડછાડ કરી તેના સ્થાને ડમી ઉમેદવારો બેસાડી પરીક્ષાઓ આપી નોકરીઓ મેળવી હોય જે અંગે યુવરાજસિંહ જાડેજાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી જાહેર કરેલી વિગતો બાદ ભાવનગર પોલીસે આ અંગે તપાસ અને કાર્યવાહી કરી 36 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી 4 આરોપીઓની અટકાયત કરી તેના રિમાન્ડ અંગેની કાર્યવાહી હાથ ધરી આ ડમી કાંડમાં વધુ તપાસ હાથ ધરી છે.


ભાવનગર પોલીસે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી કાંડ અંગે યુવરાજસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સ બાદ તેમણે જાહેર કરેલા 4 નામો પૈકી સરતાનપર ના મિલન ઘૂઘાભાઈ બારૈયાની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા પ્રથમ ભાવનગરના બે શિક્ષક કે જેઓ આવા ડમી કાંડ આધારે નોકરી મેળવી છે તેને ઝડપી લઈ તેના લેપટોપ ની તલાશી લેતા 70 થી વધુ લોકોના બોગસ આધારકાર્ડ રિસીપ્ટ સાથે બની ને બહાર આવ્યાનું ખુલતા આ બંને ની અટકાયત કરી ત્યારબાદ વધુ 2 આરોપીઓ ની પણ અટકાયત કરી છે જેમાં તળાજા તાલુકાના દિહોર ગામના શરદકુમાર ભાનુશંકર પનોત, પ્રકાશભાઈ ઉર્ફ પીકે કરશનભાઈ દવે રહે. પીપરલા, પ્રદીપકુમાર નંદલાલ બારૈયા રહે. લીલાં સર્કલ, તેમજ બળદેવ રમેશભાઈ રાઠોડ રહે, દિહોર.ને આજે કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવા અંગેની કાર્યવાહી ભાવનગર એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે જેમાં વધુ કોઈ વ્યક્તિઓ સામેલ છે કે કેમ ઉપરાંત ડોક્યુમેન્ટ સાથે કેવી રીતે છેડછાડ કરી તેમજ આર્થિક વહેવારો અંગે પણ વિગતો મેળવશે જ્યારે પોલીસે આ ઘટનામાં આઈપીસી કલમ 406, 409, 419, 420, 465, 467, 468, 471 અને 120 બી મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Trending

Exit mobile version