Panchmahal
સીમલીયા ખાતે બાપ બેટા વચ્ચે શૈક્ષીક સંસ્થાઓનો વારસો સાચવવાની લડાઈ નાં જંગ માં પુત્ર સામે ફરીયાદ

પંચમહાલ જિલ્લા નાં ઘોઘંબા તાલુકાના સીમલીયા ખાતે આવેલી શૈક્ષણિક સંસ્થાઓ ના સામ્રાજ્ય ની વચ્ચે પિતા પુત્ર વચ્ચે અણ બનાવ બનતા દામાવાવ પોલીસ મથકે પુત્ર સામે પિતાએ ફરીયાદ નોંધાવી છે. હાલમાં ખૂબ જ ચકચાર બની ગયેલ પંચમહાલ પ્રાથમિક કેળવણી મંડળ પ્રમુખ તેમજ સીમલીયા ગામે આવેલ શાળા અને કોલેજ ઉપરાંત અન્ય સંસ્થાઓ નાં વહીવટ કરનારા નટવરસિંહ ખુમાનસિંહ ચૌહાણ દ્વારા સંયુકત ચેરિટી કમિશનર ની પુર્વ મંજૂરી મેળવ્યા વગર જ ટ્રસ્ટ ની જમીનો એક ચોક્કસ કોમના લોકો ને બારોબાર ભાડા પટ્ટે પધરાવી દેવાનુ પાપ છાપરે ચડીને પોકારી ઉઠ્યા પછી છેલ્લા કેટલાક સમયથી તેઓએ તેમના પુત્ર અને ઘણી બધી સંસ્થાઓ માં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા રઘુવીરસિંહ નટવરસિંહ ચૌહાણ ને દર કિનાર કરી દેતા બાપ બેટા વચ્ચે ગજ ગ્રાહ જામ્યો હતો
ઘણી બધી સંસ્થાઓ ના વહીવટ માથી પુત્ર ની બાદબાકી કરી દેતા બન્ને વચ્ચે અવિશ્વાસ સર્જાયો હતો ત્યારે મંગળવારે મોડી રાત્રે સવા અગિયાર વાગે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું છે કે સાંજે છ કલાકે તેમનો પુત્ર રઘુવીરસિંહ માબેન સમાણી ગંદી ગાળો બોલી તુ મને મિલકતમાં ભાગ આપતો નથી અને પૈસા આપતો નથી જો મને મિલકતમાં ભાગ નહી આપે તો તને જીવતો છોડવાનો નથી એમ કહીને ઘરના દરવાજા બારી બારણા નાં કાચ તોડી નાખ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી જે બાબતે ફરીયાદ નોંધાવતા પોલીસે પિતાની ફરીયાદ આધારે પુત્ર સામે ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે ત્યારે સમગ્ર શૈક્ષણિક જગતમા આ બનાવ ચર્ચાનો વિષય બની ગયો છે. લોકચર્ચા મુજબ નટવરસિંહ ની ઘણી બધી સંસ્થાઓ ના લેખાજોખા તેમનો પુત્ર રઘુવીરસિહ જાણતો હોવાથી હજુ પણ આ બાબતે નવા પ્રકરણો બહાર આવે તો નવાઈ નહિ.