Vadodara
ઈટો ના ભઠ્ઠા પર મજૂરો ને બંધક બનાવ્યા નો આક્ષેપ સાથે ફરિયાદ
સાવલી તાલુકા ના મોક્સી ગામ પાસે અંતરિયાળ વિસ્તારમાં અસંખ્ય ઈટો ના ભઠ્ઠા આવેલાં છે ત્યાં ઇટ નિર્માણ માં કામ કરતાં પરપ્રાંતીય કામદાર એ ઉત્તરપ્રદેશ માં મિત્ર ને ટેલિફોન જાણ કરી હતી કે ભઠ્ઠા સંચાલક એ તેવો નું શોષણ કરતાં હોવાનું જણાવતાં તે મિત્ર એ સાવલી પ્રાંત અધિકારી ને કામદારો ને બંધક બનાવ્યા ના આક્ષેપ સાથે લેખિત ફરિયાદ કરી હતી જે અનુસંધાને ભાદરવા પોલીસ લેબર અધિકારી ને સાથે રાખી મામલતદાર એ સ્થળ પર જઈ તપાસ કરી કામદારો ને પોલીસ પ્રોટેક્શન સાથે માદરેવતન રવાના કરાયાં
સાવલી તાલુકા માં પરપ્રાંતીયો દ્વારા ગામડાંઓ ના ખુબજ અંતરિયાળ વિસ્તારમાં અનેક ઈટો ના ભઠ્ઠા ચલાવાઈ રહ્યાં છે જેમાં ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં માં થી અસંખ્ય મજૂરો પત્ની બાળકો સાથે ઉનાળા ના ધગધગતા તાપ માં પણ કાળી મજૂરી કરી પેટિયું રડવા આવતાં હોય છે અને ભઠ્ઠા સંચાલકો તેવો નું શોષણ કરતા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ ઉઠી હતી સાવલી ના મોક્સી ગામ પાસે પાયલ બ્રિક્સ નામે ચાલતા ઈટો ના ભઠ્ઠા પર કામ કરતા 20 જેટલા શ્રમિકો ને બંધક બનાવી શોષણ થયા ના આક્ષેપ સાથે સાવલી પ્રાંતઅધિકારી ને લેખિત માં ફરિયાદ મળી હતી પાયલબ્રિક્સ ભઠ્ઠા પર કામકર્તા શ્રમિક પૈકી એક એ ઉત્તરપ્રદેશમાં કોઈ મિત્ર ને ટેલીફોનિક જાણ કરતા તેવો એ આવી પ્રાંતઅધિકારી અને ભાદરવા પોલીસ ને શ્રમિકો સાથે દુર્વ્યવહાર અને શોષણ કરાતું હોવાની ફરિયાદ કરી હતી
જે અનુસંધાને આજે સાવલી મામલતદાર એ ભાદરવાપોલીસ અને શ્રમઅનેરોજગાર અધિકારી ને સાથે રાખી ઇટ ઉત્પાદન કરતા ભઠ્ઠા પર તપાસ હાથ ધરી હતી અંતે ભઠ્ઠા સંચાલક સાથે પૈસા ની એડવાન્સ ચુકવણી નો પ્રશ્ન હતો અને તેવો વતન જવાનું જણાવતાં નિવેદનો લઈ પોલીસ પ્રોટેક્શન સાથે માદરેવતન રવાના કરાયાં હતા લોકચર્ચા મુજબ ઇટઉત્પાદન નો વ્યવસાય પંથકમાં અનેક જગ્યાએ ખુબજ જોરશોરથી ચાલી રહ્યોછે જ્યાં બાળમજૂરી શોષણ જેવી અનેક ઘટનાઓ બનતી હોય છે અને તાલુકા માં પરવાનેદાર કેટલા ભઠ્ઠા ચાલે છે કેટલાક ભઠ્ઠા તો એકજ જગ્યાએ 10 વર્ષ થી કાર્યરત છે તો માટી બહાર ક્યાં થી લાવે છે અને રોયલ્ટી સરકાર ની તિજોરી ને મળે છે કે નહિ એવા કોઈ પ્રશ્ન નો જવાબ સાવલી મામલતદાર પાસે હતો નહિ અને અન્ય વિભાગ ની જવાબદારી છે નું જણાવ્યું હતું