Connect with us

Dahod

ઝાલોદ નગરમાં પાલિકાના કથળતા વહીવટને લઈ “AAP” દ્વારા પ્રાંત અધિકારીને આવેદન

Published

on

Complaint by "AAP" to Provincial Officer regarding poor administration of Municipality in Jhalod Nagar

(પંકજ પંડિત દ્વારા)

ઝાલોદ નગરમાં છેલ્લા કેટલાય સમયથી નગરજનોને પ્રાથમિક સુવિધા નથી મળી રહી લેખિત મૌખિક રજૂવાત કરવા છતાય ફરિયાદો સાંભળવામાં નથી આવતી તે જોઈ નગરની આમ આદમી પાર્ટી પ્રજાજનો ને પડતી હાલાકી તાત્કાલિક દૂર કરવા માટે એક આવેદન પત્ર પ્રાંત અધિકારીને આપી નગરની વાસ્તવિક પરિસ્થિતિથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

Advertisement

ઝાલોદ નગરમાં પ્રાથમિક સુવિધા જેમકે રસ્તા, પાણી, લાઇટ, ગટરના પાણીનો યોગ્ય નિકાલ જેવા મુદ્દાઓને લઈ સામાન્ય જનતા પીડાઈ રહી છે.આ દરેક સમસ્યા નગરના તમામ વિસ્તારોમાં જોવા મળી રહી છે. નગરને આ દરેક પાયાની સુવિધા આપવા માટે જવાબદાર તંત્ર જાગૃત થાય તે માટે આમ આદમી પાર્ટીએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી મૌખિક રજુઆત પણ કરી હતી.

Complaint by "AAP" to Provincial Officer regarding poor administration of Municipality in Jhalod Nagar

નગરની સમસ્યાઓમાં મૌલાના આઝાદ સ્કૂલ તરફ જવાનો રસ્તો જે બિસ્માર હાલતમાં છે , આખા નગરના લગભગ દરેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટની સમસ્યા, વણકતલાઇ રોડ પર વરસાદ પડતાં ત્યાં પાણી ભરાઈ જવાના બનાવો , પ્રભુતા પાર્ટી પાસેનો બિસ્માર હાલતનો રોડ તેમજ નગરના દરેક વિસ્તારોમાં આવેલ બિસ્માર રસ્તાઓ , તળાવ પાસે ઘાંચી સમાજના કબ્રસ્તાન પાસે રસ્તા પરની અસહ્ય દુર્ગંધ મારતી ગંદકી, નગરમાં પૂરતા પ્રેશર થી પાણી નથી મળતું, કુમારશાળા જવા તરફનો રસ્તો આ બધી સમસ્યાનો તાત્કાલિક નિવેડો લાવી નગરજનોને સારી સુવિધા પાલિકા તંત્ર દ્વારા આપવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી ઝાલોદ વિધાનસભા વિસ્તારના પ્રમુખ અનિલ ગરાસીયા દ્વારા દ્વારા તેમના ટેકેદારોને સાથે લઈ કરવામાં આવી હતી.

Advertisement

* જવાબદાર તંત્ર જો સફાળે નહીં જાગે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી
* જવાબદાર તંત્ર પ્રાથમીક સુવિધા આપવામાં વામણું પુરવાર થયું છે તેને લઈ નગરની પ્રાથમિક સમસ્યાનો તાત્કાલિક નિવારણ લાવવા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી

Advertisement
error: Content is protected !!