Chhota Udepur

ભિલપુર સસ્તા અનાજ ની દુકાન સંચાલક ઓછું અનાજ આપતો હોવાની ફરિયાદ

Published

on

કાજર બારીયા દ્વારા “અવધ એક્સપ્રેસ”

છોટાઉદેપુર તાલુકા ના ભિલપુર ગામે સરકાર માન્ય સસ્તા અનાજ ની દુકાન માંથી રેશનકાર્ડ ધારકો ને પૂરતા પ્રમાણ માં અનાજ ન મળતું હોવાની ફરિયાદ ઉઠતા પુરવઠા વિભાગ ના અધિકારીઓ દ્વારા ચેકીંગ હાથ ધરી આ બાબતમાં ભીનુ સંકેલ્યુ હોવાની લોકબૂમ ઉઠી હતી ભિલપુર ગામનાં સામાજિક કાર્યકરે સસ્તા અનાજની દુકાન માં અનાજ ઓછું આપી પૂરતા પૈસા વસુલતા હોવાની ફરિયાદ કરી હતી

Advertisement

જેમાં રેશનકાર્ડ ધારકને મળવા પાત્ર અનાજ કપાતમાં છે તેમ કહી ઓછું અનાજ અપાતું હોય તેની રજૂઆત છોટાઉદેપુર પુરવઠા મામલતદાર ને કરવામાં આવી હતી. રેશનકાર્ડ ધારકોને સંચાલક વિવિધ બહાના બતાવી પૂરતું અનાજ આપતોજ નથી આ બાબતે વાતચીત દરમિયાન અધિકારીઓને મોટા હપ્તા આપવા છતાં અનાજ પૂરતું મળતુ નથી અને બધી ગોલમાલ છોટાઉદેપુર થી થાય છે સંચાલક કાચી પાવતી આપી ઓછું અનાજ આપતો હોય લોકોએ આ મુદ્દે દુકાનદાર ને ફરિયાદ કરતા ગોડાઉન માથી ઓછો જથ્થો આપવામાં આવે છે તે વાત સંચાલકે કબુલ કરી હતી સામાજિક કાર્યકરો દ્વારા આ બાબતે ગેરરીતિ કરનાર સસ્તા અનાજ સંચાલક વિરુદ્ધ પુરવઠા મામલતદાર ને ફરિયાદ કરી હતી અને અધિકારી સ્થળ ઉપર આવી તપાસ કરીને ગયા બાદ નથી અધિકારી દેખાયા! કે ના કોઈ રિપોર્ટ! અધિકારીએ કુલડી માં ગોળ ભાંગયો કે કુલડી ભાગી તે રહસ્ય અકબંધ છે

Advertisement

Trending

Exit mobile version