Panchmahal

હાલોલ ની શાળા ઓમા બ્લેકબૉર્ડ માં લખાણ વંચાતુ ન હોવાની ફરિયાદો

Published

on

(સુરેન્દ્ર શાહ દ્વારા “)
હાલોલ ની સરસ્વતી વિદ્યા મંદિર ના વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક આંખ તપાસ નો કેમ્પ આરોગ્ય ક્ષેત્રે આગવું યોગદાન આપતા દિપક ફાઉન્ડેશન તથા સી સી કેમ ના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શાળામાં બ્લેકબોર્ડ ઉપર લખવામાં આવેલ લખાણ બરોબર વંચાતું નથી ની ફરિયાદો સપાટી પર આવતા સરસ્વતી સ્કૂલ ના સંચાલકોએ દિપક ફાઉન્ડેશનનો સંપર્ક સાધી અમારી સ્કૂલમાં નેત્ર ચિકિત્સા નો નિશુલ્ક કેમ્પનું આયોજન કરવા માટે વિનંતી કરતા દિપક ફાઉન્ડેશન તરફથી તારીખ 27 માર્ચ તથા 28 માર્ચ બે દિવસ માટેનો કેમ્પ સરસ્વતી શાળાના પરિસરમાં રાખવામાં આવ્યો છે

જેમાં અંદાજે 1200 વિદ્યાર્થીઓ ની આંખ તપાસ કરવામાં આવી છે જરૂર પડે તેવા વિદ્યાર્થીઓને ચશ્મા તથા દવાઓ અને આઈડ્રોક્સ વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓના વાલીઓ અથવા તો અન્ય કોઈ વ્યક્તિઓ કે જેઓને આંખની તકલીફ છે તેવો પણ આ કેમ્પનો લાભ વિના મૂલ્ય લઈ શકશે તારીખ 28 ની સાંજ સુધી કેમ્પનું કામકાજ ચાલુ રહેશે આ કેમ્પના આયોજન બદલ સરસ્વતી સ્કૂલના સંચાલકો દ્વારા દીપક ફાઉન્ડેશન તથા સીસી કેમ નો હૃદય પૂર્વક આભાર માન્યો હતો જ્યારે દીપક ફાઉન્ડેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફરી જ્યારે પણ તમારે કેમ્પ કરવાનું યોગ્ય લાગે ત્યારે અમોને જાણ કરશો અમો એ કેમ્પ કરવા માટે ફરી આવીશું

Advertisement

Trending

Exit mobile version