Vadodara

ભક્તિભાવ થી વૃંદાવન ખાતે ત્રિદિવસીય ગોપીગીત મહોત્સવ પૂર્ણ

Published

on

(સુરેન્દ્ર શાહ દ્વારા)

વડોદરા નિવાસી પૂજ્ય શ્રી નરેન્દ્ર ભાઈ અને તેમના પત્નીના અથાગ પ્રયાસોથી વૃંદાવન ખાતે યોજવામાં આવેલ ત્રિ દિવસીય ગોપી ગીતનું આયોજન અને સોનામાં સુગંધ ભળે તેમ ગોપી ગીતના વક્તા પરમ પૂજ્ય 108 શ્રી વ્રજરાજકુમાર દ્વારા આચાર્ય પીઠ પરથી સરળ અને મીઠી વાણીમાં અશ ખલીત વહેતી વાણી માં ગોપી ગીતની રચનાઓને ગ્રહણ કરી અભિભૂત થયેલ 500 ઉપરાત વૈષ્ણવો દ્વારા પૂજ્યપાદના ચરણસ્પર્શ કરી તથા પૂજ્ય નરેન્દ્રભાઈ અને ભાભી રંજનબેન નો હૃદય પૂર્વક આભાર માની જીવનની અદભુત ક્ષણો માની એક ક્ષણ ગણાવી હતી સંપૂર્ણ ગોપી ગીત માટેની સુચારુ વ્યવસ્થા રહેવાની પ્રસાદીની આવી અદભુત વ્યવસ્થા આજ દિન સુધી કોઈ ધાર્મિક કાર્યક્રમમાં જોવા મળી નથી અને કદાચ ભવિષ્યમાં જોવા મળશે નહીં આ ઉપરાંત પૂજ્યપાદ 108 શ્રી વ્રજરાજ કુમાર મહોદયના ગોપી ગીતનો લ્હાવો લેવો એ પણ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના જીવનની એક શ્રેષ્ઠ ક્ષણમાની શ્રેષ્ઠ ક્ષણ હતી ગોપીજી અને કૃષ્ણના નિર્મલ અને અદભુત પ્રેમનું રસપાન તેઓ દ્વારા કરવવામાં આવેલ અદભુત ચિત્રાંકન સાથે કથા મંડપમાં રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.

Advertisement

આ ઉપરાંત મહારાની માં યમુના ના વિશ્રામઘાટ પરનો ચુંદડી મહોત્સવ ખરેખર દર્શનીય અને ભક્તિ ભાવ સભર હતો જતીપુરા ખાતે શ્રી ગિરિરાજ બાવાના પવિત્ર સ્થાને દૂધબુરો સાથે કુંજ વારાનું આયોજન સફળતાપૂર્વક ભક્તિ ભાવ વાતાવરણમાં પૂર્ણ થવું એ પણ સફળ આયોજનનો એક શ્રેષ્ઠ પુરાવો છે પૂજ્યપાદ દ્વારા આચાર્ય પીઠ પરથી અશખલીત વહેતી વાણીમાં પૂજ્યપાદે જણાવ્યું હતું કે વિશ્વની સૌથી પવિત્ર અને શ્રેષ્ઠ ભૂમિ વ્રજભૂમિ છે જ્યાં આજે પણ તમામ દેવતાઓનો વાસ છે આ પવિત્ર ભૂમિ ની યાત્રા માટે 35 ઉપરાંત દેશોના યાત્રિકો દર્શન નો લાભ લેવા માટે ભાવથી પધારે છે સ્વયંપા કી અને બહારનું ભોજન ગ્રહણ ન કરવાનો નિયમ ધરાવતા વૈષ્ણવો માટે વ્રજભૂમિ માં બહારના પ્રસાદની છૂટ હોવાનું માનવામાં આવે છે પ્રેમ માટે પૂજ્યપાદ દ્વારા પોતાના ધાર્મિક પ્રવચનમાં જણાવ્યું હતું કે પ્રેમ અનેક પ્રકારના છે જેમાં સૌથી શ્રેષ્ઠ માતાનો મમતાનો પ્રેમ પિતાનો ગુપ્ત પ્રેમ અને આ બધાથી ઉપર શ્રેષ્ઠ પ્રેમ રાધા અને શ્રીકૃષ્ણનો તથા ગોપીજનો છે બાદમાં પૂજ્યપાદ દ્વારા યજમાન પરિવાર ના વડા નરેન્દ્રભાઈ તથા રંજન ભાભી અને વોલીન્ટ્યર નો સુચારુ વ્યવસ્થા માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા અને પ્રભુ આ પરિવાર ને આવા અનેક ધાર્મિક પ્રસંગો કરે તે માટે ની શક્તિ અર્પણ કરે તથા તેઓની સાથે ક કરતાં તમામ વ્યક્તિઓ આરોગ્ય મય રહે તેવા મારા શુભાશિષ અસ્તૂ.

Advertisement

Trending

Exit mobile version