Ahmedabad

શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃતસાગર સંસ્કૃત ગ્રંથની પંચદિનાત્મક ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ…

Published

on

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, ભૂજમાં  શિક્ષાપત્રીના કલાત્મક હિંડોળા તથા શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃતસાગર સંસ્કૃત ગ્રંથની પંચદિનાત્મક  ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ…

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, ભૂજમાં “શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ” અંતર્ગત ગ્રંથ શિરોમણિ “શિક્ષાપત્રી” હિંડોળાની કલાત્મક સજાવટ તેમજ શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃતસાગર સંસ્કૃત ગ્રંથની પંચદિનાત્મક  ચાતુર્માસ શ્રાવણ માસની કથાનું  ભકિતભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા વિરચિત દેવભાષા – સંસ્કૃતમાં “શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર”  ગ્રંથની પંચ દિનાત્મક ચાતુર્માસ કથા – શ્રાવણ માસની કથા, જેમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા સાર્વભૌમ નાદવંશીય પરંપરાનાં અનેકવિધ દિવ્ય ચરિત્રો છે. કથાનું રસપાન સંતશિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ કરાવ્યું હતું.

આ પ્રસંગે સંત શિરોમણી શ્રી સહજાનંદ સ્વામી, શ્રી હરિકેશવદાસજી સ્વામી, મહંત શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી, શ્રી જ્ઞાનસાગરદાસજી સ્વામી, શ્રી વિવેકભૂષણદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી, શ્રી નિર્દોષસ્વરૂપદાસજી સ્વામી  વગેરે પૂજનીય સંતો તથા હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ચાતુર્માસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાતુર્માસ કથા પૂર્ણાહુતિ પ્રસંગે શ્રી હરિકૃષ્ણ મહારાજ, ગ્રંથ,  કથાકારનું પૂજન અર્ચન કરીને આરતી ઉતારી હતી. ત્યારબાદ સૌએ ભકિતભાવપૂર્વક મહાપ્રસાદ આરોગ્યો હતો.

Advertisement

 

સં. શિ. ગુરુપ્રિયદાસજી સ્વામી

Advertisement

Trending

Exit mobile version