Vadodara

વડોદરા શહેરમાં અવાજ પ્રદૂષણને અટકાવવાના પ્રતિબંધોનું પાલન કરવું

Published

on

ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ એક્ટ કલમ ૩૩(૧), ૩૭(૧)(એફ) અન્વયે શહેર પોલીસ કમિશનરે હુકમ કર્યો છે. વડોદરા શહેરમાં કોઇપણ પ્રકારની જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ જાહેર શાંતિ, સલામતી અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે નિયમોને આધિન જાહેરહિતમાં રહી કૃત્યો કરવાની મનાઇ ફરમાવવામાં આવી છે.

અવાજ પ્રદૂષણને અટકાવવા અંગે વખતોવખતના ચૂકાદાના નિર્દેશો તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પર્યાવરણ વિભાગ દ્વારા પ્રસિધ્ધ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે તે મુજબ ધ્વનિ પ્રદૂષણ નિયમો-૨૦૦૦ અન્વયે ધ્વનિની માત્રાના ધોરણો મુજબ નક્કી કરવામાં આવ્યા છે તેનું ચૂસ્તપણે પાલન કરવાનું રહે છે. વિસ્તાર મુજબ નોઇઝ સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યા છે. સવારે ૬ થી રાત્રે ૧૦ દરમિયાન ઔદ્યોગિક વિસ્તારમાં ૭૫, વાણિજય વિસ્તારમાં ૬૫, રહેણાંક વિસ્તારમાં ૫૫ અને શાંત વિસ્તારમાં ૫૦ ડેસિબલ નોઇઝ સ્ટાન્ડર્ડ છે. રાત્રે ૧૦ થી સવારે ૬ દરમિયાન ઔદ્યોગિક વિસ્તારમાં ૭૦, વાણિજય વિસ્તારમાં ૫૫, રહેણાંક વિસ્તારમાં ૪૫ અને શાંત વિસ્તારમાં ૪૦ ડેસિબલ નોઇઝ સ્ટાન્ડર્ડ છે.

Advertisement

સામાન્ય રીતે તહેવારો દરમિયાન, લગ્ન પ્રસંગો, મેળાવડા દરમિયાન લાઉડ સ્પીકર, ડ્રમ, પબ્લિક એડ્રેસ સીસ્ટમના ઉપયોગની ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે. રહેણાંક વિસ્તારમાં થઇ રહેલ ઔદ્યોગિક પ્રવૃત્તિ, વાહનોની અવરજવર અને હોર્ન વગાડવાને કારણે તથા બાંધકામ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા સાધનોને કારણે પણ ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે. આથી રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી નિયત કરવામાં આવેલા સમયમાં હોર્ન સહિત ધ્વનિ પ્રદૂષણ કરતા સાધનો વગાડવા પર પ્રતિબંધ છે.

માઇક સીસ્ટમ ભાડે આપનાર માલિક, ભાગીદાર, સંચાલક, મેનેજર, ઇવેન્ટ મેનેજર સમગ્ર વડોદરા શહેરના હુકમત વિસ્તારમાં વરઘોડા, રાજયકીય, સામાજિક અથવા ધાર્મિક શોભાયાત્રા, રેલી સરઘસમાં જાહેર રસ્તા કે જગ્યામાં ઉપયોગ માટે ખાનગી માલિકીની ખુલ્લી જગ્યામાં ઉપયોગ માટે માઇક સીસ્ટમ ભાડે આપી શકશે નહી.

Advertisement

હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના ૧૦૦ મીટરના ઘેરાવા વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે જેથી શાંત વિસ્તારની આજુબાજુમાં માઇક સીસ્ટમનો ઉપયોગ થઇ શકશે નહિ. એકબીજાને ઉશ્કેરણી થાય તેવા ગાયનો-ઉચ્ચારણોનો માઇક સીસ્ટમમાં ઉપયોગ કરવો નહિ. રસ્તાની ડાબી બાજુ ચાલવા, ટ્રાફિકને અડચણ ન થાય તથા ટ્રાફિકના તમામ નિયમો-કાયદાઓનો અમલ કરવા તેમજ નાચગાન-ગરબા જાહેરમાર્ગ રોકાઇ તે રીતે કરવા નહિ.

ડી. જે. સીસ્ટમ વગાડવા માટે જણાવ્યું તે તમામ પ્રાવધાનોનો અને જોગવાઇઓનો ઉલ્લંઘન કરતા હોય તેવું જાહેર જગ્યાએ ખુલ્લા સ્થળો પર વગાડવા પર પ્રતિબંધ છે. માઇક સીસ્ટમ વગાડવા માટેના પ્રતિબંધોમાંથી છૂટછાટ માટેની શરતો પણ છે જેને ધ્યાને લેવાની રહેશે.

Advertisement

વડોદરા શહેર વિસ્તારમાં તા. ૧૫/૦૯/૨૦૨૩ થી તા. ૨૯/૦૯/૨૦૨૩ સુધી આ હુકમનો અમલ કરવાનો રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે

Advertisement

Trending

Exit mobile version