Chhota Udepur

છોટાઉદેપુરમાં ઈવીએમ સ્ટ્રોંગરુમના સીસીટીવી સ્ક્રીન પર કોંગ્રેસનો ચોકીપહેરો

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

(અવધ એક્સપ્રેસ)

Advertisement

લોકસભાની ચૂંટણી શાંતીપૂર્ણ રીતે રાજ્યમાં યોજાઈ છે. હવે સૌ કોઈ ૪ જૂનની રાહ જાઈ રહ્યા છે. ૪ જૂને મતગણતરી હાથ ધરાનારી છે. આમ ઈવીએમમાં તમામ ઉમેદવારોના ભાવી સીલ થયા બાદ હવે પરીણામ આવે ત્યાં સુધી રાહ જાવામાં આવી રહી છે. આ દરમિયાન છોટાઉદેપુર લોકસભા બેઠકના ઈવીએમ જ્યાં રાખવામાં આવ્યા છે, એ સ્થળ પર કોંગ્રેસના કાર્યકરો દ્વારા નજર રાખવામાં આવી છે.

ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ મશીન રાખ્યા બાદ સીસીટીવી કેમેરા રાખ્યા છે. જેની સ્ક્રીન પણ જાહેરમાં રાખવામાં આવી છે. જેની પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ માટે કોંગ્રેસના કાર્યકરો રાઉન્ડ ધ ક્લોક નજર રાખી રહ્યા છે. છોટાઉદેપુર બેઠક પર ચૂંટણીનો જંગ કશ્મકશ ભર્યો રહ્યો હતો અને એટલે જ બંને પક્ષો દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે.

Advertisement

Trending

Exit mobile version