Dahod
હનુમાનજીની છબીને વિવાદિત રીતે દર્શાવાતા ઝાલોદ નગરના સનાતન હિન્દુ પ્રેમીયોની લાગણી દુભાઈ

(પંકજ પંડિત દ્વારા)
સારંગપુર ધામ એ આખાં વિશ્વભરમાં પ્રસિદ્ધ ધામ છે. સારંગપુર ધામ સ્વામિનારાયણ સંપ્રદાયના અથાગ મહેનત થકી વિશ્વ ફલક પર ચમકી રહ્યું છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આખા ભારત તેમજ સમસ્ત વિશ્વમાં વસતા હિન્દુ સમાજના લોકોના હ્રદયમાં સારંગપુર ધામના હનુમાનજી સાક્ષાત વિરાજે છે. સારંગપુર ધામે દેશ વિદેશમાં રહેતા લોકો પ્રતિવર્ષ કરોડોની સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે અને સારંગપુર ધામની અતૂટ આસ્થા અને વિશ્વાસ સાથે લઈને ભક્તો જતાં હોય છે.
સારંગપુર ધામ ખાતે ખુલ્લાં પ્રાંગણમાં વિશાળ હનુમાનજી ની પ્રતિમા મુકવામાં આવેલ છે તેને જોવા લાખો સહેલાણીઓ સારંગપુર ખાતે આવતા હોય છે. આ ખુલા પ્રાંગણમાં મુકેલ પ્રતિમાને નીચે હનુમાનજી ભગવાનના ચિત્રોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સહજાનંદ સ્વામીના દાસ દર્શાવેલ ચિત્રોને લઈ સનાતની હિન્દુ સાંપ્રદાયિક ભક્તોનો વિરોધ ઉભો થયો. આ ચિત્રોના વિરોધ કરવાં કેટલાંય હિન્દુ સંગઠનો અને સંતો એ વિરોધ નોંધાવેલ છે અને તાત્કાલિક આવા વિવાદાસ્પદ ચિત્રો દૂર કરવા હિન્દુ સંગઠનો દ્વારા માંગ ઉભી થયેલ છે.
ઝાલોદ નગરના સનાતન હિન્દુ ધર્મને માનનારા કોઈ પણ હિન્દુ સંપ્રદાયનો વિરોધ નથી કરી રહ્યાં પરંતુ જે ચિત્રોને લઈ વિવાદ ઉભો થયેલ છે તે ચિત્રો તાત્કાલિક દૂર કરવામાં આવે તેવો સૂર સનાતન હિન્દુ પ્રેમીયોમાં જોવા મળી રહેલ છે. અને આ વિવાદ તાત્કાલિક દૂર થાય તેવું નગરના હિન્દુ સમાજના લોકો ઇચ્છી રહ્યાં છે. હિન્દુ સમાજની લાગણીને માન સન્માન આપી આ વિવાદિત ચિત્ર હટાવવા માટે નગરના સનાતન હિન્દુ પ્રેમીયો એક મત સાથે સાથે હટાવી લેવાય તેમ ઇચ્છી રહ્યાં છે. જેથી ભાવિક ભક્તોની સારંગપુર ધામ માટેની આસ્થા બની રહે તેમ ધર્મ પ્રેમી લોકોનું માનવું છે.
- સ્વામિનારાયણ સંસ્થા એ હિન્દુ સંપ્રદાયને જોડતો જ ભાગ હોવાથી વિવાદિત ચિત્ર હટાવાય તેવો સનાતની હિન્દુ સમાજનો મત