Gujarat
ભ્રષ્ટાચાર…!!: મોડાસાના મુલોજ ગામમાં માત્ર એક મહિના બનાવેલ ગળનાળુ ધોવાયું
ભ્રષ્ટાચાર…!! જિલ્લામાં વિકાસ રૂંધાયો અને અધિકારીઓ અને કોન્ટ્રાકટરોના ખિસ્સા ભરાતા હોય તેવો ઘાટ : મોડાસાના મુલોજ ગામમાં માત્ર એક મહિના બનાવેલ ગળનાળુ ધોવાયું
સરકાર રસ્તાના કામ કાજ અને ગરનાળા ના કામ માટે લાખો રૂપિયા આપે છે છતાં હલકું કામ કરવામાં માહેર એવા કોન્ટ્રાકટરો અધિકારીઓના ખિસ્સા ભરી કામના બીલો પાસા કરાવી લેતા હોય છે અને હલકું કામ જ ભ્રષ્ટાચાર થયેલ હોય તેવા પુરાવા આપે છે પણ આવા કામો માટે કેમ કોઈ અધિકારી કાર્યવાહી કરતા નથી એ પણ સવાલ ઉભો થાય છે.
અરવલ્લી જિલ્લામાં હવે હદ થઇ ગઈ હોય તેવું લાગી રહયું છે કેમ કે દિવસે અને દિવસે હલકી ગુણવંતાના કામો થઇ રહ્યા છે અને અધિકારીઓ ને પણ જાગૃત નાગરિકો ધ્યાન દોરે છે પણ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી.
મળતી માહિતી મુજબ મોડાસાના મુલોજ ગામના નાધરી વિસ્તારમાં એક ફળિયામાં લોકોની અવરજવર માટે એક મહિના પહેલા જ ગરનાળુ બનાવવામાં આવ્યું હતું. આ ગરનાળા નું કામ જ હલકું થયું હોવાથી ચોમાસાના પહેલાજ ધોધમાર વરસાદમાં ગરનાળુ ધોવાઈ ગયું. અને સરકારના લાખો રૂપિયા ખાડામાં ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે.હાલ તો આ ગરનાળા માટે વિઝીલન્સ તપાસ થાય તો જે તે જવાદાર કર્મચારીઓ અને કોન્ટ્રાકટરોના પગ નીચે રેલો આવી શકે છે આ બાબતે જિલ્લામાં ચાલી રહેલા વિકાસના કામો માટે જિલ્લા કલેકટર પણ જે તે વિસ્તારમાં ઓચિંતી વિઝીટ કરી તપાસ કરે તો પણ હજુ ઘણા કામોનો ભ્રષ્ટાચાર બહાર આવી શકે છે. વધુમાં કલેકટર દ્વારા ધોવાયેલ ગરનાળા અંગે તપાસ કરી જે તે જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી થાય તે જરૂરી છે