Connect with us

Surat

110 કરોડના ખર્ચે બનાવેલ કડોદરા અંડર પાસમાં ભ્રષ્ટાચારનું ગાબડું

Published

on

Corruption loophole in Kadodara under pass built at a cost of 110 crores

સુનિલ ગાંજાવાલા

સુરતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદ પડતા ની સાથે જ તંત્રની ભ્રષ્ટાચારની પોલ ઉઘાડી પડવા લાગી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત થતાં જ શહેરના માર્ગો પર ભુવા પડવાના કિસ્સાઓ બનવા લાગ્યા છે.ત્યારે હાલ સુરતના કડોદરા ખાતે એક મહિનામાં જ નવ નિર્મિત અંડર પાસમાં પડ્યો ભુવો પાડયો છે. ભુવો પાડયા બાદ અઇચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે સતર્કતા વાપરીને બેરીકેટ મુક્યા છે.

Advertisement

Corruption loophole in Kadodara under pass built at a cost of 110 crores

સુરત-કડોદરા-બારડોલીને જોડતા નેશનલ હાઇવે-૬ પર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ખાતે 110 કરોડના ખર્ચે અંડર પાસ નિર્માણ કરવામાં આવ્યો હતો અને એક મહિના પૂર્વે જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એ જ અંડર પાસનું ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ એક મહિના માંજ અંડર પાસમા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારની ગંધ આવી છે.જ્યા અંડર પાસ માટે બનાવેલ ડ્રેનેજ ગટર લાઇનમાં ભુવો પડ્યો હતો.જેને કારણે કોઈ અઇચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે સતર્કતા વાપરીને બેરીકેટ મુક્યા હતા

  • શુસાસન ની ઉજવણી માં ભ્રષ્ટાચારના દુશાસનો સોનાની થાળી માં લોઢાની મેખ મારેછે છતાં પણ સરકાર ચૂપ
error: Content is protected !!