Panchmahal
ઘોઘંબા માં સિસ્ટમ પ્રમાણે ચાલતો મનરેગા યોજના માં ભય વગર નો ભ્રષ્ટાચાર
(અવધ એક્સપ્રેસ દ્વારા)
ઘોઘંબા તાલુકાની મનરેગા શાખામાં ભ્રષ્ટાચારે હદ વટાવી છે આ યોજના માં ચાલતા દરેક કામોમાં ગેરરીતિ થતી હોવાની લોક બૂમો રોજેરોજ સંભળાઇ છે APO ની મહેરબાની થી GRS આવ કામોને અંજામ આપેછે જ્યાં જરૂર નથી ત્યાં ચેકડેમ ને મંજૂરી અપાઈ છે ચેકડેમ માં પત્થર તેમજ રેતી ભરેલી થેલીઓ મૂકી ચેકડેમ નો આકાર આપી તેનો ફોટો પાડી બિલ ઉપાડી લેવાઈ છે એપીઓ ને તેમની ટકાવારી માં રસ હોય એક જીઆરએસ ને તેમનો વહીવટ દાર બનાવી ટકાવારી નો મોટો ખેલ પાર પાડેછે કેટલાક ચેકડેમ એવા છે.
જેમાં પાણી સંગ્રહ થાય તેમ નથી અને તે જગ્યા ઉપર પાણી સંગ્રહ થાય તો પણ માડ 20 હજાર લિટર જેટલું પાણી જમા થાય અને ગણતરી ના દિવસો માં સુકાઈ જાય જો આટલા રૂપિયા માં ટાંકી બનાવે તો પાણી નો સંગ્રહ રહે ત્યારે માત્ર પોતાની ટકાવારી માટે સરકાર ને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડતા મનરેગા ના અધિકારી તથા કર્મચારી સામે શિક્ષાત્મક પગલાં ભરવા જોઇયે મનરેગા યોજના માં કામ કરતાં જીઆરએસ છેલ્લા કેટલાય વર્ષોથી એકજ તાલુકામાં નોકરી કરી રહ્યા ચ્હે આવા કર્મચારીઓની અન્યત્ર બદલી કરવામાં આવેતો ઘોઘંબા તાલુકામાં 50% ભ્રષ્ટાચાર ઓછો થઈ જાય આવા કર્મચારી સરપંચો સાથે સાંઠગાંઠ અને ગામ તેમજ ગામ લોકો ની દુખતી નશ જાણતા હોવાથી આવા ગેરરીતિ ના કામો માં વધારો થયો છે
* ત્રણ વર્ષ થી વધુ સમય ઘોઘંબા માં કામ કરતાં જીઆરએસ ની બદલીઓ કરવામાં આવેતો તાલુકામાં 50% ભ્રષ્ટાચાર ઓછો થઈ જાય
* APO માત્ર ટકાવારી લેવા માટે ઓફિસ માં આવતા હોવાની મનરેગા શાખા માજ ચર્ચા
* મનરેગા શાખા ના ચેકડેમ રેતીની થેલીઓ મૂકી પૂરી દેવામાં આવેછે
* ચેકડેમ પાણી નો સંગ્રહ કરવા નહીં પરંતુ પૈસા કમાવાનું એક સાધન બની ગયો છે
* જ્યાં જરૂર નથી ત્યાં આડેધડ ચેકડેમ બનાવી દેવામાં આવ્યા છે શુ આની મંજૂરી આપતા પહેલા અધિકારી એ તપાસ કરી હતી