Surat
કતારગામમાં એમ્બ્રોઈડરીના ખાતાના ઓપરેટર પાસેથી દેશી બનાવટની પિસ્તોલ-કાર્ટીઝ મળી આવ્યાં

(સુનિલ ગાંજાવાલા સુરત)
સુરતના કતારગામ ખાતે આવેલા એમ્બ્રોઈડરી ખાતામાં ઓપરેટર તરીકે કામ કરતા શખ્સને દેશી હાથ બનાવટની પિસ્તોલ સહિત જીવતા કાર્ટીઝ સાથે સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ જીવતો કાર્ટીઝ અને પિસ્તોલ કોની પાસેથી અને ક્યાં કારણોસર ખરીદી કરી લાવ્યો છે. તેની પણ તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.સુરત શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિને ડામવા અને ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા સુરત પોલીસ કમિશ્નર દ્વારા ક્રાઈમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવી છે.જે અન્વયે સુરતના કતારગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે દેશી હાથ બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટીઝ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો.સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ કાંસાનગરના પૂરનબાગ ખાતે રહેતા એમ્બ્રોઈડરી ઓપરેટર ડબલુ મોતીલાલ ગુપ્તાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.
આરોપી પાસેથી ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા 5 હજારની કિંમતનો દેશી હાથ બનાવટની પિસ્તોલ અને એક કાર્ટીઝ મળી કુલ 5100 રૂપિયાની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.ક્રાઈમ બ્રાન્ચની પુછપરછમાં આરોપીએ કહ્યું કે, પોતે સુરતના કતારગામ ખાતે આવેલ એમ્બ્રોઈડરી ખાતામાં ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. અન્ય એક ઇસમ પાસેથી તેણે આ પિસ્તોલ ખરીદી છે.જો કે પિસ્તોલની ખરીદી શા માટે અને ક્યાં કારણોસર કરવામાં આવી છે તેની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. પિસ્તોલ લાવવા પાછળનો આરોપીનો હેતુ શું છે. તેની ઝીણવટભરી તપાસ હાલ કરવામાં આવી રહી છે.