Connect with us

Gujarat

દેશની પ્રથમ મહિલા પોસ્ટ ઓફિસ સુરતમાં

Published

on

Country's first women's post office in Surat

સુનિલ ગાંજાવાલા

મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપતા વર્ષ 2013માં દેશની પ્રથમ મહિલા પોસ્ટ ઓફિસ ખોલવામાં આવી હતી. તેના પગલે સમગ્ર ભારતમાં 11 મહિલા પોસ્ટ ઓફિસની શરૂઆત થઈ, અને વર્ષ 2019ની 1 જુલાઈથી સુરતના ઝાંપાબજાર ખાતે મહિલા સંચાલિત પ્રથમ પોસ્ટ ઓફિસ શરૂ કરવામાં આવી. પોસ્ટ વિભાગમાં કામ કરતી મહિલાઓને પોસ્ટ વુમન તરીકે સંબોધાય છે.સુરત જિલ્લાની વાત કરીએ તો વર્ષ 1927 ની 1 માર્ચના રોજ મહિધરપુરા ખાતે સૌથી પહેલુ ટપાલ ઘર એટલે કે પ્રથમ પોસ્ટ ઓફિસની શરૂઆત થઈ હતી. જે હાલ સુરત પોસ્ટ વિભાગની હેડ ઓફિસ તરીકે કાર્યરત છે. હાલ સુરત શહેરમાં 79, ગ્રામ્યમાં 95 અને ટ્રાઈબલ વિસ્તારમાં 63 સહિત સુરત જિલ્લામાં કુલ 237 ટપાલ ઘર કાર્યરત છે.

Advertisement

Country's first women's post office in Surat

ભારતમાં ટપાલનું ચલણ 1766માં શરૂ થયું હતુ. વર્ષ 1773માં વોરેન હેસ્ટિંગ્સ ભારતના ગર્વનર જનરલ બન્યા હતા. તેના બીજા વર્ષે તેમણે કોલકાતામાં દેશના પ્રથમ ટપાલ વિભાગની સ્થાપના કરાવી હતી. ભારતમાં ટપાલ વિભાગે 1 ઓકટોબર,1854 થી એક અલાયદા વિભાગના સ્વરૂપ લીધા બાદ ધીમી ગતિથી તેની શરૂઆત થઈ હતી. નોંધનીય છે કે, ભારતીય ટપાલ વિભાગ વિશ્વમાં સૌથી મોટી પોસ્ટ વ્યવસ્થા છે.બદલાતા સમયની સાથે પોસ્ટ વિભાગની કાર્યપધ્ધતિ પણ આધુનિક બની રહી છે. આજે સમગ્ર દેશભરમાં કાર્યરત 155618 પોસ્ટ ઓફિસો કમ્પ્યુટર સંચાલિત છે અને તમામ ગ્રામીણ પોસ્ટ ઓફિસો આધુનિક એન્ડ્રોઇ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત મોબાઈલ ફોન પર પોસ્ટની વિવિધ સેવાઓ પુરી પાડે છે.

Advertisement
error: Content is protected !!