Connect with us

National

Covishield Side Effects: કોવિશિલ્ડની આડ અસરનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, કરાઈ આવી માંગ

Published

on

Covishield Side Effects: કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે લેવામાં આવેલી વેક્સીન કોવિશિલ્ડની આડ અસરનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. બુધવારે, સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં તબીબી નિષ્ણાતોની એક પેનલ બનાવવા અને તેની આડઅસરોની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજી સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ દાખલ કરી છે.

દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોવિશિલ્ડ વેક્સીન વિકસાવનારી કંપની એસ્ટ્રાઝેનેકાએ લંડનમાં સ્વીકાર્યું છે કે તે ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાં લોહી ગંઠાઈ જવા અથવા પ્લેટલેટની સંખ્યામાં ઘટાડો વગેરેનું કારણ બની શકે છે. અરજીમાં અનેક યુવાનોને હાર્ટ એટેક પણ આવ્યો છે.

Advertisement

 


કોવિશિલ્ડના જોખમો અને આડઅસરોની તપાસ કરવાની માંગ

અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે કોર્ટ એઈમ્સના ડાયરેક્ટરની અધ્યક્ષતામાં તબીબી નિષ્ણાતોની પેનલની રચના કરવાનો નિર્દેશ આપે. આ પેનલે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ કોવિશિલ્ડના જોખમો અને આડઅસરોની તપાસ કરવી જોઈએ. એવી પણ માંગણી કરવામાં આવી છે કે કોરોનાના સમયગાળા દરમિયાન રસી લેવાને કારણે ગંભીર રીતે વિકલાંગ બનેલા અને જીવ ગુમાવનારા લોકોને વળતર આપવા માટે કેન્દ્ર સરકારને સૂચના આપવામાં આવે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!