Gujarat
કતલખાને લઈ જવાતા ગાય અને બળદને ગૌરક્ષા સમિતિના યુવાનોએ બચાવી દામાવાવ પોલીસને સોંપયા
ઘોઘંબા તાલુકાના દામાવાવ પોલીસ રાત્રી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે બારીયા તરફથી એક ઇન્ડિકા કાર જેનો નંબર GJ1 આર.જી 8661 માં ગાય અને બળદને ભરી કતલખાને જઈ રહી છે તેથી દામાવાવ પોલીસ વોચમાં હતી તે સમયે ગૌરક્ષા સમિતિના કાર્યકરોએ પાદરડી ઝાબકુવા પાસે ઈન્ડીકાકારને ગટરમાં ઉતરી ગયેલી જોતા દામાવાવ પોલીસને ફોન કરી બોલાવી હતી
પોલીસે ઘટના સ્થળે આવીને જોતા કારમાં એક ગાય તથા એક બળદ ટૂંકા દોરડાથી બાંધેલા હોય પોલીસે ગાય અને બળદને પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા.
દામાવાવ પોલીસે ગૌરક્ષા સમિતિના કાર્યકરો ધર્મેશ સવાયા, પ્રતિક બારીયા તથા દિનેશ સવાયાના નિવેદનના આધારે કાયદેસરની ફરિયાદ નોંધ હતી. દામાવાવ પોલીસે ગાય અને બળદ 28000 ની કિંમત તેમજ એક લાખની કાર મળી કુલ રૂપિયા 1,28,000 નો મુદ્દામાલ કબ્જે લઈ કાર મૂકીને ફરાર થઈ ગયેલા આરોપી સામે કાયદેસરનો ગુનો નથી તેને પકડવાની તજવીજ હાથ ધરી હતી