Ahmedabad
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા યુનાઈટેડ નેશન ફ્રેમ વર્ક કલાઈમેટ ચેન્જ અને કનવેનશન.. પર્યાવરણ પરિષદ – ૨૦૨૪ ગ્રીન કોન્ફરન્સ ઓફ યુથની રચના
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સહયોગોથી ચાલતી પર્યાવરણ ગ્રીન પ્લાનેટ સંસ્થા દ્વારા મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીજી મહારાજના પ્રમુખ પદે શ્રી મુક્તજીવન ફોરેસ્ટ પાર્ક, વડનગરપૂરા, કલોલ ખાતે યુનાઈટેડ નેશન ફ્રેમ વર્ક કલાઈમેટ ચેંજ અને કનવેનશન પર્યાવરણ પરિષદ અને ગ્રીન કોન્ફરન્સ ઓફ યુથ યોજાઈ હતી. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અત્યાર સુધીમાં પર્યાવરણ જતન માટે સત્તર લાખ ઉપરાંતની સહાય કરવામાં આવેલ છે.
પર્યાવરણ પરિષદમાં ૮ શાળાઓમાંથી ૨૦૦ વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પર્યાવરણ ગ્રીન પ્લાનેટ સંસ્થા દ્વારા બનાવેલ ૪ હજાર વૃક્ષોના જંગલમાં જિલ્લા શિક્ષણ અધિકારી, ગાંધીનગર, ગ્રીન પ્લાનેટ પ્રમુખ એહમદ પઠાણ, આચાર્યઓ, શિક્ષકો હાજર રહી પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે તે અંગેની માહિતી પ્રદાન કરી હતી.
કોન્ફરન્સ ઓફ યુથ એ યુનાઈટેડ નેશન ફ્રેમ વર્ક ઓફ કલાઈમેટ ચેન્જ કનવેનશન કે જેનું વડુ મથક બોન – જર્મની ખાતે આવેલું છે જેની આ યુવા શાખા છે. જેમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ યુવા પર્યાવરણવાદીઓ જોડાયેલા છે.
મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ પર્યાવરણ રક્ષણ અંગેના જતન ઉપર ભારપૂર્વક જણાવ્યું હતું કે રક્ષીશું જળ, જમીન અને જંગલ તો રહેશે આપણું જીવન સદા મંગલ.