National

ચૂંટણી લડતા ઉમેદવારોના ગુનાહિત ઈતિહાસ આ એપ્લિકેશન થી જાણી સકાશે

Published

on

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણી-૨૦૨૪માં દેશનો કોઈ પણ નાગરિક મતદાનથી બાકાત ન રહી જાય તે માટે સવિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રિય ચૂંટણીપંચ દ્વારા તમામ મતદારોની અનૂકુળતા માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મતદારોને મતદાનના દિવસે, તે પહેલાં પણ કોઈ મુશ્કેલી ન પડે તે માટે ચૂંટણીપંચ દ્વારા વિવિધ એપ્લિકેશન બનાવવામાં આવી છે. જેમાંની એક એપ્લિકેશન છે KNOW YOUR CANDIDATE (KYC) એટલે કે તમારા ઉમેદવારને જાણો. ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા નાગરિકોને ચૂંટણી લડતા ઉમેદવારોના ગુનાહિત પૂર્વ ઈતિહાસ વિશે જાણવામાં મદદ કરવા માટે ખાસ આ એપ વિકસાવવામાં આવી છે.
KNOW YOUR CANDIDATE (KYC) એક મોબાઇલ એપ્લિકેશન છે. આ એપ એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. KYC એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે, મતદારોએ નોમિનેશનની સૂચિ જોવા માટે ચૂંટણી પ્રકાર અને AC/PC નામ પસંદ કરવાની જરૂર છે અથવા તેઓ નામ દ્વારા ઉમેદવારને શોધી શકે છે. એપ્લિકેશન પછી ઉમેદવારના ગુનાહિત ઈતિહાસ, જો કોઈ હોય તો તે વિશેની માહિતી પ્રદર્શિત કરશે. આ માહિતીમાં ઉમેદવાર સામે દાખલ કરાયેલા કોઈપણ ફોજદારી કેસોની વિગતો, તે કેસોની સ્થિતિ અને ગુનાઓની પ્રવૃતિનો સમાવેશ થાય છે. કે.વાય.સી. એપ નાગરિકોએ કોને મત આપવો તે અંગે યોગ્ય નિર્ણયો લેવા માટે ઉપયોગી બની છે. આ એપ મતદારોને ગુનાહિત પ્રવૃત્તિનો ઈતિહાસ ધરાવતા ઉમેદવારોને ઓળખવામાં અને તેમને મતદાન કરવાનું ટાળવામાં મદદ કરી શકે છે.

KYC એપ્લિકેશનની કેટલીક સુવિધાઓ

• મતદારોને તેમના નામ દ્વારા ઉમેદવારો શોધવાની મંજૂરી આપે છે.
• ઉમેદવારના ગુનાહિત ઈતિહાસની માહિતી પ્રદર્શિત કરે છે, જો કોઈ હોય તો.
• ઉમેદવાર સામે દાખલ કરાયેલા કોઈપણ ફોજદારી કેસની સ્થિતિ વિશે માહિતી પ્રદાન કરે છે.
• ઉમેદવારો પર જે આરોપ મુકવામાં આવ્યો હોય તે ગુનાઓની પ્રકૃતિ દર્શાવે છે.
• Android અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

Advertisement

KYC એપ એ મતદારો માટે એક મૂલ્યવાન સંસાધન છે. જે મતદારો ચૂંટણી લડી રહેલા ઉમેદવારો વિશે વધુ જાણવા માગે છે તેઓ માટે આ એપ ખુબ ઉપયોગી છે. KYC એપ ડાઉનલોડ કરવા માટે, તમે ECIની વેબસાઈટ અથવા Google Play Store અથવા Apple App Store પર જઈ શકો છો.

Advertisement

Trending

Exit mobile version