Politics
હરિયાણામાં સંકટ ! વોટિંગ પૂરુ થતાં આ સરકારને લાગ્યો ઝટકો
લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ હરિયાણામાં ભાજપને ઝટકો લાગ્યો છે. ત્રણ અપક્ષ ધારાસભ્યોએ મંગળવારે જાહેરાત કરી હતી કે તેમણે રાજ્યની નાયબ સિંહ સૈનીની આગેવાનીવાળી સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો છે. સરકારમાંથી ટેકો પાછો ખેંચનાર ધારાસભ્યોમાં સોમબીર સાંગવાન, રણધીર ગોલેન અને ધરમપાલ ગોંદરે સામેલ છે. આ ત્રણેય ધારાસભ્યોએ કોંગ્રેસને ટેકો આપવાનો નિર્ણય કર્યો
ભાજપ સરકારમાંથી કેમ ટેકો પાછો ખેંચ્યો
સરકારમાંથી ટેકો પાછો ખેંચવાનું કારણ આપતાં ત્રણ ધારાસભ્યોએ એવું કહ્યું કે અમે ખેડૂતો સાથે સંબંધિત મુદ્દાઓ સહિત વિવિધ મુદ્દાઓ પર આ નિર્ણય લીધો છે.
શું બોલ્યાં હરિયાણા કોંગ્રેસ પ્રમુખ
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ઉદય ભાને જણાવ્યું હતું કે, “ત્રણ અપક્ષ ધારાસભ્યો – સોમબીર સાંગવાન, રણધીરસિંહ ગોલેન અને ધરમપાલ ગોંદરે ભાજપ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું છે અને કોંગ્રેસને પોતાનું સમર્થન આપ્યું છે. હું એ પણ નિર્દેશ કરવા માંગુ છું કે (90-બેઠકોવાળી) હરિયાણા વિધાનસભાની હાલની સંખ્યા 88 છે, જેમાંથી ભાજપ પાસે 40 સભ્યો છે. ભાજપ સરકારને અગાઉ જેજેપીના ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોનું સમર્થન હતું, પરંતુ જેજેપીએ પણ ટેકો પાછો ખેંચી લીધો હતો અને હવે અપક્ષો પણ તેમનું સમર્થન પાછું ખેંચી રહ્યા છે. 3 ધારાસભ્યોએ ટેકો પાછી ખેંચી લેતાં નાયબ સિંહ સૈની સરકાર લઘુમતીમાં આવી ગઈ છે.