Gujarat
પંચમહાલ જિલ્લામાં પાકને કેટલુ નુકસાન છે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે

સમગ્ર રાજ્યની સાથે પંચમહાલ જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે ખેતીના પાકમાં થયેલ નુકસાન બાબતે
જિલ્લા કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં સર્વેની કામગીરીનો પ્રારંભ કરાયો છે.
વરસાદને પગલે પંચમહાલ જિલ્લામાં મુખ્યત્વે મકાઈ, સોયાબીન, કપાસ અને શાકભાજીના વાવેતર પર અસર થઈ હતી. જિલ્લામાં ચાલુ ચોમાસું સીઝન દરમિયાન કુલ ૧.૬૪ લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તમામ તાલુકાઓમાં નુકસાન બાબતે ગ્રામ સેવક દ્વારા સર્વેની કામગીરીનો પ્રારંભ કરાયો છે.