Vadodara
સુરક્ષાસેતુસોસાયટી દ્વારા સાઇબરક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

આજના મોબાઈલ યુગમાં અને ખાસ કરીને યુવા વર્ગમાં મોબાઈલફોન નો વપરાશ વધ્યોછે ત્યારે સોસિયલ મીડિયા દ્વ્રારા અનેક લોભામણી જાહેરાત થકી છેતરપીંડી ના કિસ્સાઓ વધી ગયાં છે તેના થી સાવધાન રહેવા સાવલી ની ગંગોત્રી શાળામાં સુરક્ષાસેતુસોસાયટી અને સાયબરક્રાઈમ પોલીસ વડોદરા દ્વ્રારા સાયબરક્રાઈમ અવેરનેસ નો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ને મોબાઈલ ફોન ના વપરાશ માં રાખવા ની તકેદારીઓ જેમ કે બીનજરૂરીઆત વખતે બ્લુટૂથ વાઇફાઇ સતત ચાલુ ન રાખવું જેવી અનેક બાબતો ની સમઝ આપી જાગૃતિ કેળવી હતી આ પ્રસંગે વડોદરા ગ્રામ્ય પોલીસ ના ડીવાયએસપી, સાયબરસેલ પીએસઆઇ સાવલી પીએસઆઇ સહિત શાળાના આચાર્ય શિક્ષકગણ ઉપસ્થિત રહ્યાં હતાં કાર્યક્રમ ની અંતે વિદ્યાર્થીઓ ને બિસ્કીટ અને ફલેવર્ડમિલ્ક વિતરણ કરાયું હતું
તસવીર:ઇકબાલહુસેન લુહાર