Dahod

દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાએ વગેલા અને લખનપુર મુકામે શાળા પ્રવેશોત્સવ કરાવ્યો

Published

on

પંકજ પંડિત

વિદ્યાર્થીઓના જીવનમાં વિદ્યાના શ્રીગણેશ એટલે “શાળા પ્રવેશોત્સવ”

Advertisement

“શાળા પ્રવશોત્સવ થકી સ્વર્ણિમ બનશે આવતીકાલ ઉજવણી ઉજ્વળ ભવિષ્યની ” શાળા પ્રવશોત્સવમાં જિલ્લા પ્રમુખ શીતલબેન વાઘેલા દ્વારા ઝાલોદ તાલુકાના વગેલા પ્રાથમિક શાળામાં અને ફતેપુરા તાલુકાના લખનપુર પ્રાથમિક શાળામાં નાના ભૂલકાઓને ચંદન તિલક કરી તેમને શૈક્ષણિક કીટ માં સ્કૂલ બેગ અને પુસ્તિકાનું વિતરણ કરી પ્રવેશ કરાવવામાં આવ્યો.અને નાના ભૂલકાઓ નું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું તેમજ લોહીની ચેકઅપ પણ કરવામાં આવ્યું અને આંખો પણ તપાસવામાં આવી અને તેની ઓનલાઇન આયુષ્માન ભારત(આભા) માં ID બનાવી ને તેની ઓનલાઇન નોંધણી કરવામાં આવી.

નવી શિક્ષણ નીતિ નો અમલ કરી શાળા માં બાલવાટિકા માં ૫ વર્ષના બાળકો ને અને ૬વર્ષ પૂર્ણ કરનાર બાળક ને ધોરણ -૧ માં પ્રવેશ આપવામાં આવ્યો. આ ઉપરાંત શાળા માં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર બાળકો ને પણ પ્રોત્સાહિત કરવા ઇનામ આપવામાં આવ્યા.આ કાર્યક્રમ માં ગામના આગેવાનો સરપંચ અને આંગણવાડીના કાર્યકર્તાઓ,આરોગ્યના કર્મચારીઓ, વડીલોની ઉપસ્થિતિ રહી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આયોજિત કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૩ અંતર્ગત ઝાલોદ તાલુકાના વગેલા પ્રાથમિક શાળામાં નવા પ્રવેશ મેળવનાર બાળકોને શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

Trending

Exit mobile version