Connect with us

Tech

તમારો ફોન બગડી ગયો છે તો તેને રીપેરિંગ મોડમાં મૂકી ચિંતા વિના રીપેરિંગ માટે આપી શકાશે

Published

on

damaged-phone-can-be-put-in-repair-mode-and-sent-for-reparing-without-worry

લેપટોપ કે સ્માર્ટફોન જો રીપેરિંગમાં આપવાનાં થાય તો આપણે હંમેશા મૂંઝવણનો સામનો કરવો પડે છે – તેમાંના આપણા ડેટાની સલામતીનું શું? રીપેરિંગ કરનાર અજાણી વ્યક્તિ પર ભરોસે કેમ મૂકવો?

લેપટોપના કિસ્સામાં, તમે ગૂગલ ડ્રાઇવ કે વનડ્રાઇવ જેવી ક્લાઉટ સ્ટોરેજ સર્વિસનો ઉપયોગ કરતા હો તો બહુ ચિંતા નહીં, લેપટોપના જનરલ યૂઝર તરીકે કોઈ એકાઉન્ટ સેટ કરી દો અને રીપેરિંગ કરનારને એ યૂઝરના યૂઝરનેમ-પાસવર્ડ આપો તો તે તમારા ક્લાઉડમાંના ડેટા સુધી પહોંચી શકે નહીં. સ્માર્ટફોનમાં આવું થઈ શકતું નથી. આથી તેમાં આપણા તમામ ડેટાનો બેકઅપ લઈ, ફોન તદ્દન ફેક્ટરી રીસેટ કરીને જ રીપેરિંગમાં આપવો જોઈએ. પરંતુ, એ માટે ફોન એટલો ચાલવો જોઈએ!

Advertisement

damaged-phone-can-be-put-in-repair-mode-and-sent-for-reparing-without-worry

 

સેમસંગ કંપની આ તકલીફના ઉપાય તરીકે, તેના ફોન્સમાં ‘રીપેરિંગ મોડ’ ઉમેરી રહી છે. તેને એક્ટિવેટ કરતાં, ફોન બંધ થઈ ફરી ચાલુ થશે અને એ પછી, ફોનમાંનો આપણા તમામ પર્સનલ ડેટા, ફોટોઝ, મેસેજિસ, ઈમેઇલ, એકાઉન્ટસ વગેરે બધું જ હાઇડ રહેશે. ફોન ખરીદ્યા સમયે તે જે સ્થિતિમાં હોય લગભગ એ જ સ્થિતિમાં ફોન આવી જશે. આપણે ચિંતા વગર તેને રીપેરિંગમાં આપી શકીશું અને એ પછી, પોતાના પાસવર્ડથી ફોનમાં એન્ટર થઈ, રીપેરિંગ મોડ બંધ કરતાં બધો ડેટા પહેલાંની જેમ જોવા મળશે! આ સુવિધા હાલમાં સેમસંગનાં અમુક હાઇએન્ડ મોડેલ્સમાં મળે તેવી શક્યતા છે, પરંતુ તેની ઉપયોગિતા જોતાં અન્ય મોડેલ્સમાં તથા અન્ય કંપનીના ફોનમાં પણ તે મળવા લાગે તો નવાઈ નહીં.

Advertisement
error: Content is protected !!