Connect with us

Gujarat

દામાવાવ પોલીસે હર ઘર તિરંગા “અભિયાન અંતર્ગત રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કર્યુ

Published

on

આગામી 15 મી ઓગસ્ટ ના રોજ સમગ્ર દેશભરમાં 78 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થનાર છે જે અંતર્ગત આજરોજ દામાવાવ પોલીસના પીએસાઈ બી.કે. ગોહિલ અને પોલીસ જવાનો સાથે ઉભા રહી દામાવાવ ગામે તેમજ રીંછવાણી શાળા ખાતે વિદ્યાર્થીઓને રાષ્ટ્રધ્વજ તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં હર ઘર તિરંગા અભિયાન સાથે તિરંગા યાત્રાઓ યોજનાર છે જેમાં ખાસ કરીને બોર્ડરના ગામડાઓમાં ઘરે ઘરે તિરંગા લહેરાવી યાત્રા યોજાનાર છે

આ ઉજવણીમાં રાજ્યના તમામ ઘર દુકાન ઉદ્યોગ ગૃહ સરકારી કચેરી ખાનગી કચેરીને લારીઓ પર પણ તિરંગા લહેરાવવામાં આવનાર છે રાજ્યમાં આ ઉજવણીમાં તમામ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર પણ સંકલનમાં રહીને કામગીરી કરી રહ્યું છે જે અંતર્ગત આજે ગુરુવારના રોજ દામાવાવ પોલીસ દ્વારા વાહન ચાલકો મુસાફરો અને વિદ્યાર્થીઓને તિરંગા વિતરણ કરી સાથે સાથે ટ્રાફિક નિયમનનું પાલન કરવા માટેનું પણ સલાહ સૂચન આપી માર્ગદર્શિત કર્યા હતા જેથી વાહન ચાલકો એ પણ પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!