Gujarat
શ્રીમદ ભાગવત ના દશમ સ્કંધ એ પ્રભુ શ્રી કૃષ્ણ નું હૃદય છે…ડો વાગીશ રાજા.
શહેરના પૂર્વ વિસ્તારમાં સુખધામ હવેલી પાસે ડેક્ષ 40 ના ગ્રાઉન્ડમાં ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથામાં નંદ મહોત્સવ ની રંગારંગ ઉજવણી યુવરાજ ડોક્ટર વાગીશ રાજાના સાનિધ્યમાં નંદ મહોત્સવ યોજાયો.
પૂજ્ય શ્રી નંદ મહોત્સવ અંગે વચનામૃત કરતા જણાવ્યું કે પ્રભુ કૃષ્ણની બાળલીલાઓ ખૂબ અદભુત છે તેને જાણવી સમજવી અને જીવનમાં ઉતારવી એ ખરેખર મનુષ્યના જીવનનો એક અલૌકિક લાહો છે મનોરથી પરિવાર વૃંદાવનભાઈ પરીખ સાથે જ આજે નંદબાબા અને અરુણાબેન યશોદા મૈયા બનીને એમના પરિવાર દ્વારા જે નંદ મહોત્સવ કથામાં ઉજવાઈ રહ્યો છે તેનાથી ખૂબ હું પ્રફુલ્લિત અને આનંદિત છો અને તેમના સમગ્ર પરિવારને હું ખૂબ ખૂબ આશીર્વાદ પ્રદાન કરું છું.
પૂજ્યશ્રીએ પ્રભુને શણગારેલ પારણામાં પોતાના કર્કમલો વડે ઝુલાવીને પ્રસાદની છોડો ઉડાડીને કથા મંડપમાં વૈષ્ણવ ગોપી અને ગોપાલ ભાવે લુટ કરતા વ્રજની યાદ વ્રજનો માહોલ સર્જાયો હતો કથાકાર પ્રહલાદભાઈ શાસ્ત્રી અને તેમના સંગીતકાર વૃંદ દ્વારા પ્રભુ શ્રી રામ અવતાર, વામન અવતાર, નરસિંહ અવતાર ,અને કૃષ્ણ અવતારની વિવિધ રસાત્મક અમૃત મય વાણી શ્રીમદ ભાગવત નું જ્ઞાન પીરસી રહ્યા છે. સાચે જ એક ભક્તિનો અનેરો માહોલ કથામાં જોવા મળી રહ્યો છે.
પુષ્ટિમાર્ગીય વધાઈ કીર્તન અને હાલારી રસ દ્વારા વૈષ્ણવોને કૃષ્ણ જન્મ નંદ મહોત્સવમાં સંગીત કલાકાર વૃંદ દ્વારા નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ,હાથી દીયો ઘોડા દિયો ઓર દિયો લાલ પાલકી ના જય ધોષ સાથે કથા મંડપમાં સાક્ષાત પ્રભુ શ્રીકૃષ્ણનો અવતાર થયો હોય તેમ ગોપાલ મારો પારણિયે ઝૂલે એમ શ્રીજીને પારણે ઝુલાવા ને માટે વૈષ્ણવો પડા પડી કરતા જોવા મળ્યા. એમ સાચે જ એક અનોખો નંદ મહોત્સવ કથા મંડપમાં વૃંદાવનભાઈ પરીખ પરિવાર દ્વારા સુંદર આયોજન દ્વારા નંદ મહોત્સવ યોજાયો .આ પ્રસંગે યુવા મ્યુનિસિપલ કાઉન્સિલર નૈતિકભાઇ શાહ ડેક્સ, અને કથા મંડપ ગ્રાઉન્ડના માલિક અને સમસ્ત વૈષ્ણવ સમાજના મોભી દક્ષેશભાઈ શાહ ડેક્સ પરિવાર, પૂર્વજોન સમસ્ત વૈષ્ણવ સમાજના મંત્રી રાજુભાઈ શાહ જબુગામ વાળા, વિજયભાઈ શાહ, જનાર્દનભાઈ, જાઈન્ટસ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી શાખા ના હોદ્દેદારો પદાધિકારીઓ સુખધામ હવેલીના કાર્યકરો વિગેરે સંખ્યાધિક આગેવાનો ઉપસ્થિત રહીને શ્રીજીની અલૌકિક આરતીનો લ્હાવો લઈને ભાગ્યશાળી બની ધન્યતા અનુભવી ભાવવિભોર બની રહ્યા છે.