Connect with us

Uncategorized

સાવલી નગરજનોને ગેસ લાઈન દ્વારા ગેસ પહોંચાડવાના પ્રોજેક્ટનુ ખાતમુર્હુત

Published

on

(અવધ એક્સપ્રેસ,સાવલી)

સાવલી નગરની જનતાઓ માટે રાધણ ગેસ ના બોટલ થી હવે મળશે છુટકારા વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા ગેસ કંપનીના સંયુક્ત ઉપક્રમે આજરોજ ગેસ લાઇનનું ખાતમુર્હૂત  કરવામાં આવ્યું હતું આ વેળાએ ધારાસભ્યએ નગરસેવકોને ભારે માર્મિક ટકોર કરી હતી

Advertisement

વડોદરા ગેસ કંપની લિમિટેડ દ્વારા સાવલી નગરની જનતા ને ગેસ લાઇન દ્વારા રાધણ ગેસ પૂરો પાડવામાં આવનાર છે સાવલી નગર ની જનતાને રાધણ ગેસ માટે બોટલ નોંધાવામાં અને નોંધાવ્યા પછી પણ સમયસર બોટલ નિયત સમયે મળી રહેવામાં મુશ્કેલીઓનો અનુભવ થતો હતો પરંતુ ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા આજરોજ સાવલી ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર ના અધ્યક્ષ સ્થાને એસબીઆઇ બેન્ક ની બાજુમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા આજે સાવલી નગરની જનતાને હવે પછી રાધણ ગેસના બોટલથી છુટકારો મળશે અને ગેસ લાઇન દ્વારા ખાદ્ય ગેસ પૂરો પાડવામાં આવશે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું  હતું

ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા શાસ્ત્રોકત વિધિ દ્વારા ગેસ લાઇનનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં નગરપાલિકાના પદાધિકારીઓ મારા સાહેબો કહીને સંબોધ્યા હતા અને જણાવ્યું હતું કે જનતાએ તમને ચુંટીને પોતાના કામો કરવા માટે મોકલ્યા છે એ કેવી રીતે કરવાના તે આપનો વિષય છે જનતાનો નહીં !! સાથે સાથે નગરના નગરજનોનો સંતોષ એ જ આપની અહમ ભૂમિકા હોવી જોઈએ એમાં કોઈ કોંગ્રેસ ભાજપ ના હોવું જોઈએ અને જે પ્રમાણે સાવલી નું નામ રાજ્યમાં છે તે પ્રમાણે વિકાસ થયો નથી અને મને સંતોષ નથી તેવું જણાવ્યું હતું નગરપાલિકા પ્રમુખ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પાલિકાના પ્રમુખ હર્ષ પટેલે પોતે ભૂલો કરી છે તેવું કબૂલ્યું હતું

Advertisement

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!